તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરત સિવિલ હોસ્પિટલમાં સવારથી લાઈનમાં ઉભેલા લોકોને રેમડેસિવિર ઈન્જેક્શન ન મળતાં હોબાળો મચાવ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈન્જેક્શનને લઈને લોકોએ હોબાળો મચાવી દીધો હતો. - Divya Bhaskar
ઈન્જેક્શનને લઈને લોકોએ હોબાળો મચાવી દીધો હતો.
  • અકળાયેલા લોકો તડકામાં જ સિવિલમાં ધરણા પર બેસી ગયા

સુરત સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશનને લઈ દર્દીના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારથી તડકામાં ખાધા-પીધા વગર લાઈનમાં ઉભા રહેલા લોકોએ કહ્યું હતું કે, નંબર આવ્યા બાદ ઇન્જેક્શન ખલાસ થઈ ગયા હોવાનું કહેવાયું હતું. 2000-2500 લોકો તો આગળ લાઈનમાં પણ ન હતા તો ઇન્જેક્શન પૂરા કેવી રીતે થઈ ગયા તેવા સવાલો કર્યા હતાં. સાથે જ સિવિલના મેનેજમેન્ટથી અકળાયેલા લોકોએ તાત્કાલિક સારવાર કેન્દ્ર બહાર જ ધરણાં પર બેસીને વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું.બીજી તરફ પાલિકાના કર્મચારીઓને મફતમાં ઈન્જેક્શન ક્વોટા હેઠળ મળશે તેવી જાહેરાત મેયરે કરી હતી.

લોકોએ ખરા તડકામાં નીચે બેસીને ઈન્જેક્શનની હાલાકી વર્ણવી હતી.
લોકોએ ખરા તડકામાં નીચે બેસીને ઈન્જેક્શનની હાલાકી વર્ણવી હતી.

દર્દીની સાથે સ્વજનોને પીડા
કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, એક બાજુ દર્દીનો જીવ જાય છે, ને બીજી બાજુ સરકાર નો સ્ટોકના પાટિયા મારે છે. શરમ કરો, આ કોઈ પશુ નથી કે મરવા દઈએ, મનુષ્ય છે, એક દર્દીને 6 ઈન્જેક્શનો કોર્ષ કરાવવા ડૉક્ટર સલાહ આપે છે. ને રેમડેસિવિર ઇન્જેક્શન લખીને લઈ આવવા જણાવી દે છે. સરકારને નથી ખબર પરિવાર બીમાર એ સ્વજનને બચાવવા કેટલો પીડાય છે. આર્થિક રીતે જ નહીં પણ શ્રમની ગણતરીએ પણ અને માનસિક રીતે પણ હેરાનગતિ થાય છે.

લોકોએ તંત્રની નીતિ સામે નારેબાજી કરી હતી.
લોકોએ તંત્રની નીતિ સામે નારેબાજી કરી હતી.

સ્વજનો માટે લાંબી લાઈનમાં લાગવું પડે છે
સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની લાઇનમાં ઉભા રહીએ છીએ, પણ કોઈ ને દયા નથી આવતી, પાણી કે બેસવાની પણ કોઈ સુવિધા નથી હોતી. બસ એક લાંબી લાઈન અને આગળ સ્વજનને બચાવવાની એક આશા, આવું તો ક્યાંય નથી જોયું, કોને કહીએ અને કેમ સહન કરી એ જ સમજાતું નથી પણ હોસ્પિટલમાં મોત સામે લડતો બીજો કોઈ નહિ આપણો સ્વજન છે. એટલે આટલી પીડા સહન કરી છીએ. 500 ઇન્જેક્શન વેચીને ખલાસ થઈ ગયા હોવાનું નાટક સરકારી બાબુઓ બંધ કરે નહિતર લોકોની ધીરજ ખૂટી રહી છે એમ વધુમાં દર્દીના સંબંધીઓએ જણાવ્યું હતું.

પાલિકા કર્મચારીને ક્વોટામાંથી ઈન્જેક્શન મળશે કોરોનાના વધતા કેસો વચ્ચે સંજીવની સમાન રેમડેસિવિર ઇન્જેક્શનની લાઈન ઓછી નથી થઈ રહી એવા સંજોગોમાં જીવના જોખમે કામ કરતા પાલિકાના કર્મચારીઓ અને કોર્પોરેટરોને રેમડેસિવિર ઇન્જેક્શનના 6 ડોઝ ફ્રીમાં આપવાની મેયરે જાહેરાત કરતા તમામમાં ખુશી દેખાય રહી છે. જરૂર પડતા જ હાલમાં નોકરી કરતા અને પૂર્વ કર્મચારીઓ સહિત વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો આ યોજનાનો લાભ લઇ શકશે એવુ મેયર હેમાલીબેન બોઘાવાળાએ જણાવ્યું છે. જોકે પેપર સરકારી ગાઈડ લાઈન મુજબ આપવાના રહેશે એવું પણ જણાવવામાં આવ્યું છે.