ચાલુ વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓ દ્વારા યાત્રા અને સભાઓ શરુ કરી દેવામાં આવી છે. વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ શનિવારે સભા યોજી હતી અને આજે જન સંપર્ક યાત્રા કરશે. જ્યારે આજે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને સરકારના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા મહા યાત્રાનું આયોજન કરાયું છે.
આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આજે મહાયાત્રા નિકળશે.૨૦થી વધુ પોઇન્ટ પર મહાયાત્રાનું સ્વાગત કરાશે.7.5 કિલોમીટર વિસ્તારમાં મહાયાત્રા ફરશે. 75 ટેમ્પો, 75 બુલેટ, 75 ફોર વ્હીલ, 75 બાઇક મહાયાત્રામાં જોડાશે. 75 અલગ અલગ સમાજના આગેવાનો, 75 સ્વૈચ્છિક સંસ્થાઓ, 75 સાધુ-સંતો, 750 વિદ્યાર્થીઓ અને 75 નિવૃત્ત સૈનિકો દ્વારા મહાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. 75 કુંવારીકાઓ સામૈયું લઇ સ્વાગત કરશે. 75 ક્રાંતિવીરના ફોટા સાથે ટમ્પોનો શણગાર કરવામાં આવશે.
યાત્રા જહાંગીરપુરાથી બપોરે શરુ થશે અને સરદાર પુલ પાસે પુરી થશે. કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ વરાછા રોડના સીમાડા નાકા ખાતે વરાછા વિધાનસભાની જનસંપર્ક યાત્રામાં ધારાસભ્ય કિશોર કાનાણી સાથે હાજરી આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.