સુરત:વેડરોડ ખાતે રિલાયન્સ પેટ્રોલપંપ પર લોકોએ હોબાળો મચાવ્યો, ડીઝલ ઓછું આપતા હોવાનો આક્ષેપ

સુરતએક વર્ષ પહેલા
હોબાળાના કારણે પોલીસ પણ દોડી આવી હતી
  • જોત જોતામાં વાત વણસી ગઈ હતી
  • પોલીસને બોલાવવાની ફરજ પડી હતી

શહેરના વેડરોડ ખાતે આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પર લોકોએ હોબાળો મચાવ્યો હતો. ડીઝલ ઓછું આપતા હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવી દીધો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી.

ડીઝલ પુરાવવા આવેલા લોકોને પણ હાલાકી
વેડરોડ વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ આવેલો છે ત્યાં એક કાર ચાલક ડીઝલ પુરાવવા આવ્યો હતો. જોકે, કારમાં ડીઝલ ઓછું આપ્યા હોવાના આક્ષેપ સાથે તેણે હોબાળો મચાવ્યો હતો. જોત જોતામાં વાત વણસી ગઈ હતી અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ હોબાળાના કારણે અન્ય પેટ્રોલ ડીઝલ પુરાવવા આવેલા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...