પ્રિકોશન ડોઝ:15 જુલાઇથી 150 કેન્દ્રો પર 75 દિવસ સુધી 18થી વધુ ઉંમરના લોકોને ફ્રીમાં બુસ્ટર ડોઝ મળશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા ડોઝને 6 મહિના થયા હોય તે જ મુકાવી શકશે પ્રિકોશન ડોઝ
  • પ્રિકોશન ડોઝ લેવા પાત્ર 9.24 લાખ લોકો

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી પ્રિકૉશન ડોઝ મળશે. જો કે, ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે.

શહેરના 150 સેન્ટર પર પાલિકા દ્વારા પ્રિકોશન ડોઝ માટે વ્યવસ્થા કરાઇ છે. જેમાં 18થી લઇ 59 વર્ષ સુધીના લોકો પ્રિકોશન ડોઝ મુકાવી શકશે. બીજો ડોઝ મુકાવવાને 6 મહિનના પૂરા થયા હશે તે લોકો ફ્રીમાં પ્રિકોશન ડોઝ મુકાવી શકશે. કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બુસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી.

હવે 15 જુલાઇથી 75 દિવસ માટે બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવામાં આવશે. અત્યાર સુધીમાં 18થી 59 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવા માટે 364 રૂપિયા ચૂકવવા પડતા હતા. જેના કારણે મોટા ભાગના લોકો વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાનું ટાળી રહ્યાં હતા. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 32744 લોકોએ રૂપિયા ચૂકવી વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો છે. જોકે બીજી તરફ હજુ પણ શહેરમાં 9,24,533 લોકો વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાના બાકી છે.

આગામી 15મી જુલાઈથી સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત હેલ્થ સેન્ટર સહિત અલગ અલગ સેન્ટરો મળી કુલ 150 જેટલા સેન્ટરો પરથી વેક્સિનના પ્રિકોશન ડોઝને ફ્રીમાં આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે માત્ર 75 દિવસ દરમિયાન જ શહેરીજનો નિ:શુલ્ક વેક્સિનનો બુસ્ટર ડોઝ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...