પાણીની પારાયણ:સુરતના અલથાણમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 3 ઝોનના લોકોના પાણી માટે વલખા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોને વપરાશના પાણી માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે. - Divya Bhaskar
લોકોને વપરાશના પાણી માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે.
  • રિપેરિંગની કામગીરી વચ્ચે લોકોએ પીવા અને વપરાશનું પાણી રસ્તા પરથી ભર્યુ

સુરતના અલથાણ વિસ્તારમાં સોહમ સર્કલ પાસે જાણે લોકો પાણીની લૂંટ કરતા હોય તે પ્રકારે વલખા મારી રહ્યાં છે. પાણીની લાઈન ડેમેજ થવાને કારણે આસપાસના વિસ્તારોની અંદર પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી થઈ રહી છે. એવી સ્થિતિમાં લોકો જ્યાં લિકેજ થયું છે ત્યાં જ મોટી સંખ્યામાં પાણી ભરવા માટે લાંબી કતારમાં જોવા મળ્યા હતા. મહિલાઓ અને પુરુષો પોતાના ખાનગી વાહનો લઇને પણ પાણી ભરવા માટે અન્ય વિસ્તારો તરફથી આવતા હતા.

પાણી માટે લોકો રસ્તા પર ભરવા દોડ્યા
અલથાણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના વિવિધ વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતી ટ્રાન્સમિશન લાઈનમાં ભંગાણ સર્જાયું છે. રવિવારે મળસ્કે આ ઘટના સર્જાયા બાદ પાલિકાએ તાકીદના ધોરણે પાણીની લાઈન ખાલી કરી રીપેરીંગ કામ હાથ પર લીધું હતું. અલથાણ જળ વિતરણ મથકમાં કેમ્પસમાં 1000 એમએમની પાણીની લાઈન લિકેજ થઈ છે. સૌથી વધુ અસર અઠવા ઝોન વિસ્તારમાં અને ત્યાર બાદ સેન્ટ્રલ અને ઉધના વિસ્તારનાં લોકોને થઈ રહી છે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરીંગ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જેના કારણે સરથાણાથી ખટોદરા થઈ અલથાણ, વેસુ અને કોટ વિસ્તાર તથા ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યા રહેશે. બીજી તરફ લોકોના ઘરે પાણીના આવતા રસ્તા પર પાણી ભરવા માટે લોકોએ દોટ મૂકી હતી.

ઘરમાં પાણી ન આવતાં લોકોને વલખાં મારવા પડ્યાં હતાં.
ઘરમાં પાણી ન આવતાં લોકોને વલખાં મારવા પડ્યાં હતાં.

લિકેજ રિપેરની કામગીરી ચાલુ
અલથાણ વિસ્તાર સોહમ સર્કલ પાસે જાણે લોકો પાણી માટે વલખી રહ્યા છે. લાઈન ડેમેજ થવાને કારણે આસપાસના વિસ્તારોની અંદર પાણી પૂરતા પ્રમાણમાં પહોંચવાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી થઈ રહી છે. એવી સ્થિતિમાં લોકો જ્યાં લિકેજ થયું છે ત્યાં જ મોટી સંખ્યામાં પાણી ભરતા દેખાયા હતા. હજી પણ લિકેજ રિપેરની કામગીરી ચાલી રહી છે.