સ્વાદનો ચટાકો:સુરતમાં ઉતરાયણે ઊંધિયુની મજા લેવા લોકોએ લાઈનો લગાવી, 50 ટન શાક વેચાઈ જવાનો વેપારીઓનો અંદાજ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતીઓએ પોતાના પ્રિય શાક ઊંધિયા માટે લાઈનો લગાવી દીધી હતી - Divya Bhaskar
સુરતીઓએ પોતાના પ્રિય શાક ઊંધિયા માટે લાઈનો લગાવી દીધી હતી
  • કોરોના સંક્રમણ વચ્ચે પણ સુરતીઓનો સ્વાદને બરકરાર રાખવા પ્રયાસ

ઉતરાણમાં જેટલી તૈયારી પતંગ રસિકો પતંગ ઉડાવવા માટે કરતા હોય છે. તેના કરતાં પણ વધુ તૈયારી માટે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે માત્ર એક જ દિવસમાં સમગ્ર સુરત શહેરમાં 50 હજાર ટન જેટલું ઊંધિયુ શાક સુરતીઓ ઝાપટી જશે. ઊંધિયુની સાથે અલગ અલગ વાનગીઓ માટે સુરત શહેર ખૂબ જ પ્રસિદ્ધ છે અને સ્વાદિષ્ટ વાનગી સમય અને તહેવાર મુજબ હવામાન તેમની તોલે કોઈ આવી શકતું નથી. સુરતીઓનો મિજાજ એવો છે અને ઉજવણી કરવામાં તેઓ ખૂબ જ આગળ રહે છે. માટે તેમને ઉત્સવ પ્રિય પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમામ શાકભાજી ઊંધિયુમાં વપરાય છે
સુરતી ઊંધિયુએ દરેક સ્વાદિષ્ટ વાનગી આરોગનાર વ્યક્તિઓ માટેની પહેલી પસંદગી હોય છે. સુરતના ઊંધિયુની અંદર જે મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને શાકભાજીનો તે બીજા તમામ ઊંઝા બનાવનારો કરતા અલગ પ્રકારનો હોય છે. તેના કારણે જ તેનો સ્વાદ પણ સૌથી નિરાળો અને અલગ હોય છે. દૂરથી ઊંઝામાં સૌથી વધુ કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આવે તો તે કતારગામની પાપડી છે.ઊંધિયામાં જ્યાં સુધી પાપડી ન પડે ત્યાં સુધી ઊંધિયું બનતું નથી. સુરતી ઊંધિયા નો ટેસ્ટ સૌથી અલગ એટલા માટે આવે છે કે તેમાં કતારગામની પાપડી નો ઉપયોગ કરવામાં આવે છે જેનો સ્વાદ અન્ય તમામ પાપડી કરતા અલગ હોય છે. શિયાળામાં જેટલી પણ શાકભાજીઓ હોય છે તેનો મોટા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉતરાયણે અગાસીએ ઊંધિયાની રંગત જમાવવા લોકોએ ખરીદી કરી હતી
ઉતરાયણે અગાસીએ ઊંધિયાની રંગત જમાવવા લોકોએ ખરીદી કરી હતી

ઊંધિયુ માટે લાઈનો લાગી
સુરતી ઊંધિયામાં કતારગામની પાપડી, રતાળુ, મેથીના મુઠીયા, બટાકા, શક્કરીયા આ તમામ મટિરિયલનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ઊંધિયું તૈયાર થાય છે. આ ઉંધીયુ બનાવવા સુરતી વેપારીઓને જેટલી કુશળતા છે. એટલી લગભગ કોઈની નથી. ઊંધિયુનું નામ સાંભળતાની સાથે જ મોંમાં પાણી આવી જાય છે. આજે વહેલી સવારથી જ પરિવારના મોટાભાગના સભ્યો અગાસી ઉપર પતંગ ચગાવવા માટે જતા હોય છે. તો અન્ય લોકો ઊંધિયુની ખરીદી કરવા માટે કતારમાં ઊભેલા જોવા મળે છે.

ઊંધિયુને મંદી ન નડી
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોની અંદર પ્રસિદ્ધ ઊંધિયુ બનાવનાર વેપારીઓને ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે. પરિવારો દ્વારા બે દિવસ પહેલાથી જ ઓર્ડર આપી દેવામાં આવે છે. તો કેટલાક લોકો આજે જ પોતાની જરૂરિયાત પ્રમાણેનું જ ખરીદી લેતા હોય છે. આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે કે, સુરતમાં ઊંધિયુ ક્યારેય ઓછું પડ્યું હતું અને તેના વેચાણમાં ક્યારે પણ મંદી આવી નથી. સુરતમાં પૂર જેવી મુશ્કેલીના સમયમાં પણ લોકોએ ઊંધિયુ આરોગવાનું બાકી રાખ્યું ન હતું. આ સુરતીઓનો સ્વાદ પ્રત્યેનો પોતાનો મિજાજ વ્યક્ત કરે છે.

મોટી સંખ્યામાં લોકોએ વેચાતુ ઊંધિયુ ખરીદયું હતું.
મોટી સંખ્યામાં લોકોએ વેચાતુ ઊંધિયુ ખરીદયું હતું.

ઊંધિયુની માગ વધુ
સુરતના ઊંધિયુ બનાવનાર રિધેશ (ઠક્કર ) ભજીયાવાલા જણાવ્યું કે, અમારી અપેક્ષા કરતા પણ વધુ ઊંધિયાની માંગ જોવા મળી રહી છે. જય વર્ષે અમે 400થી 500 કિલો જેટલું ઊંધિયુ બનાવીએ છીએ. જોકે આ વખતે અમારો અંદાજ હતો કે, કોરોનાના કારણે લોકોની ઘરાકી ઓછી હશે. પરંતુ સુરતીઓનો મિજાજ જ કંઈ અલગ છે અને તે આજે પણ દેખાઈ આવ્યુ છે. અમારો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી ઊંધિયુ બનાવે છે. અમારા ગ્રાહકો પણ લગભગ વર્ષોથી બંધાયેલા જોવા મળે છે. મકરસંક્રાંતિના દિવસે સવારે તમામ ગ્રાહકો અમારા હોટલ ઉપર આવવાના શરૂ થઈ જાય છે. અમારે એવો પ્રયત્ન હોય છે કે, અમારા ત્યાં જ ખરીદવા આવનાર ગ્રાહક ક્યારેય ખાલી હાથે ન જાય. કોરોના સંક્રમણ અને કારણે લોકોના આર્થિક સ્થિતિ ઉપર અસર થતાં અમે અમારું નફાનું માર્જિન ઓછું રાખીને પણ ભાવ નજીવો વધારો કરીને લોકોને ઉંધયું પીરસી રહ્યા છીએ.