સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:‘રહેવા દે, રહેવા દે’ કહી લોકો આજીજી કરતા રહ્યા, લોહી નીતરતા હાથે ભાઈ બચાવવા સામે જતા હત્યારાએ રડતી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહેનના ગળે ચપ્પું મૂક્યું હતું અને ભાઈ લાચાર થઈ બહેનના જીવનની ભીખ માગતો રહ્યો - Divya Bhaskar
બહેનના ગળે ચપ્પું મૂક્યું હતું અને ભાઈ લાચાર થઈ બહેનના જીવનની ભીખ માગતો રહ્યો
  • હત્યા બાદ હાથની નસ કાપતા ફેનિલ હોસ્પિટલમાં, સ્વસ્થ થયા પછી ધરપકડ કરાશે

પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી નાખી છે તેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકના ઘાતકી કૃત્યને ચોતરફથી રખડવામાં આવી રહ્યો છે અને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી છે.

આરોપી ફેનિલ
આરોપી ફેનિલ

અમરોલી કોલેજમાં ગ્રીષ્માને એક વર્ષથી હેરાન કરતા ફેનિલને પિતાએ ઠપકો પણ આપ્યો હતો
ફેનિલ અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે મને કહ્યું હતું કે હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરશે, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે. > પંકજ ગોયાણી, ફેનિલના પિતા

એવી સજા અપાવીશું કે બીજી વાર આવી ઘટના ન બને: હર્ષ સંઘવી
રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે ગયા હતા. મંત્રીએ કહ્યું કે હવે પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે. ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે. ફુટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે. આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.