ગુજરાતમાં પ્રથમ:સુરતમાં 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો, રાજ્યના અન્ય મોટા શહેરો કરતા પહેલાં ટાર્ગેટ એચિવ્ડ કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 1661484 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.

બીજા ડોઝ માટે પણ ખુબ જ તેજ ગતિથી વેક્સિનેશન
કેન્દ્ર સરકાર દ્વારા જેટલી વેક્સિન મળતી હતી તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. મનપા દ્વારા 34 લાખ 32 હજાર 737ના ટાર્ગેટ સામે 34 લાખ 36 હજાર 213 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી 100% વેક્સિનેશન કર્યું છે. બીજી તરફ બીજા ડોઝ માટે પણ ખુબ જ તેજ ગતિથી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1661484 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

શરૂઆતના તબક્કામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી
ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં સુરત મહાનગર પાલિકાના તમામ કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. શરૂઆતના તબક્કામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી હતી. વ્યક્તિનો ક્યારેક પૂરતા પ્રમાણમાં જથ્થો ન હોવાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળતો હતો, પરંતુ અમારા દ્વારા સતત એવા પ્રયાસો થતા હતા કે જેટલા પ્રમાણેમાં વેક્સિન આવે તેને વ્યવસ્થિત રીતે દરેક વેક્સિનેશન સેન્ટર ઉપર પહોંચાડી રસીકરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

બીજો ડોઝ ઝડપથી આપવાનો પ્રયાસ
આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગના કર્મચારીઓએ પણ આ કામગીરીમાં શરૂઆતથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપ્યો હતો. શરૂઆતના તબક્કામાં તો વેક્સિનેશનને લઈને જાગૃતિ ઓછી હોવાથી લોકો ડોઝ પણ લેતા ન હતા. પરંતુ સતત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમજ ડોક્ટરો દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેને કારણે લોકોમાં ખૂબ જાગૃતિ આવી અને કોરોનાથી સુરક્ષિત થવા માટે માનસિક રીતે તૈયાર થયા. પ્રથમ ડોઝની માફક તમામ શહેરીજનોને બીજો ડોઝ ઝડપથી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કોરોના સામે આપણી લડાઇ વધુ મજબૂત થાય.

રસીકરણની કામગીરી 110થી 115 ટકા સુધી જવાની ગણતરી
શહેરમાં 34.32 લાખને રસી મુકવાના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝની કામગીરી 100 ટકા પૂરી થઇ છે. જો કે, શહેરમાં હજીયે ઘણા લોકોએ પ્રથમ ડોઝ મુકાવ્યો નથી. આ સંખ્યા અંદાજે 3 લાખથી વધુ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે આગામી દિવસમાં રસીકરણનો આંકડો 110 ટકાથી લઇ 115 ટકા સુધી જવાની ગણતરી છે. શહેરમાં રસીકરણના શરૂઆતના તબક્કામાં રસીને લઇ લોકોમાં ઉદાસીનતા જોવા મળતી હતી ત્યારે તે સમયે બહારગામથી શહેરમાં આવીને ઘણા લોકોએ રસી મુકાવી દીધી હતી. હવે સરળતાથી રસી મળી રહી છે ત્યારે આ લોકો બીજો ડોઝ મુકાવવા સુરત આવશે નહિં અને નજીકના સ્થળે મુકાવશે. જેના કારણે બીજા ડોઝમાં 100 ટકાની કામગીરી કરવામાં વિલંબ થશે.

સૌથી વધુ રસીકરણ શહેરના આ 10 કેન્દ્રો પર થયું

1. સાઉથ ઝોનલક્ષ્મીપતી ઇન્ડસ્ટ્રીઝ72690
2. વરાછા-એશ્યામાપ્રસાદ કોમ્યુ. હોલ54924
3. વરાછા-બીસરથાણા અર્બન હેલ્થ સેન્ટર48436
4. અઠવાશાંતમ હોલ47577
5. વરાછા-બીનાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર47125
6. વરાછા-એસાગર કોમ્યુનિટી હોલ-બી45127
7. વરાછા-બીમોટા વરાછા અર્બન હેલ્થ સેન્ટર44972
8. ઉધનાગુરુકૃપા સ્કૂલ ઉધના43902
9. અઠવાબાલાજીમંદિર ભરથાણા43831
10. વરાછા-બીપુણા-સીમાડા અર્બન હેલ્થ સેન્ટર42795