ડાયમંડ બુર્સ:ડાયમંડના ખરીદ અને વેચાણ માટે 175 દેશના લોકો સુરતમાં આવશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં બિઝનેસનો સૌથી મોટો ‘બુસ્ટર’ ડોઝ આપશે, બિઝનેસ ટુરિઝમ બમણી ગતિએ દોડશે

કોરોનાને કારણે અસર પામેલા વિવિધ ક્ષેત્રો જેવા કે ડાયમંડ, ટેક્સટાઇલ્સ, રિયલ એસ્ટેટ, હોટલ ઈન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી, એફએમસીજી, એવિએશન, બિઝનેસ ટુરિઝમ જેવા અનેક ક્ષેત્રો માટે વરદાનરૂપ ‘સુરત ડાયમંડ બુર્સ’ એક મોટી આશા સમાન છે. કેમ કે એક અંદાજ પ્રમાણે બુર્સ બન્યા બાદ દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે. આ સાથે સુરતની ઇકોનોમીને ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ મદદરૂપ પણ થશે.

હાલ બુર્સના નિર્માણની કામગીરી દિવસ-રાત્ર ચાલી રહી છે. એક અંદાજ મુજબ બુર્સને કારણે 175 દેશોના લોકો સુરતમાં આવશે. 2.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપર્ટ નિર્માણ પામી રહેલા ડાયમંડ બુર્સને કારણે થશે, જે હાલ 1.50 લાખ કરોડની આસપાસ છે.

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે સુરત, 4500 ઓફિસમાં 65 હજાર લોકો એક છત નીચે કામ કરશે
સુરતનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ ‘ડાયમંડ બુર્સ’ દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશે. સુરતના આ હીરા બુર્સમાં ડાયરેક્ટલી 65 હજાર લોકો કામ કરી શકશે. જ્યારે એક અંદાજ પ્રમાણે બુર્સ બન્યા બાદ દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે. બુર્સ બન્યા પછી સુરતમાં વિદેશમાંથી હજારો લોકોની અવરજવર વધી જશે. મુંબઈની ડાયમંડ કંપનીઓ સુરતમાં પણ પોતાની ઓફિસ શરૂ કરશે. જેના કારણે સુરતમાં રિયલ એસ્ટેટ, હોટલ ઈન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી, એફએમસીજી, એવિએશન અને બિઝનેસ ટુરિઝમને બુસ્ટ મળશે.

ડાયમંડ ઇન્ડસ્ટ્રી
ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી કહે છે કે,‘ડાયમંડના રો-મટિરિયલ્સ માટે કંપનીઓને વિદેશોમાં ઓફિસ રાખવી પડે છે પરંતુ ડાયમંડ બુર્સ બન્યા પછી હવે વિદેશી રો-મટિરિયલ્સ કંપનીઓ એમના મટિરિયલ્સનું ઓક્શન ડાયમંડ બુર્સમાં કરશે. એટલે સુરતની ડાયમંડ કંપનીઓનો ખર્ચ અને સમય બચશે જેના કારણે તે સમય પોતાની કંપનીમાં ક્વોલિટી પ્રોડક્ટ મેઈન્ટેન કરી શકશે.

એફએમસીજી સેક્ટર
સુરતમાં મુંબઈથી રહેવા આવનાર અને 175 દેશમાંથી હીરાની ખરીદી વેચાણ કરવા માટે આવનાર લોકો દ્વારા એફએમસીજી સેક્ટરને પણ બુસ્ટ મળશે. સુરતની ખાસ વાનગીઓ, ફળ ફળાદીની ખરીદી કરશે. સાથે કરિયાણા જેવી જીવન જરૂરી વસ્તુઓ પણ ખરીદશે. જેથી સુરતના આ સેક્ટરને પણ ગ્રોથ મળશે. વિદેશના લોકો સુરતની બ્રાંડની વસ્તુઓ ખરીદી કરી જશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર
ક્રેડાઈના પ્રમુખ રવજી પટેલ કહે છે કે, ‘રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. મુંબઈથી સુરત આવનારા લોકોની સંખ્યા મોટી છે. મુંબઈમાં જે ભાડું આપું તેટલાંમાં સારામાં સારી પ્રોપર્ટી સુરતમાં ખરીદી શકાશે. પાંચ વર્ષ પહેલા અને હાલ સ્ક્વેર મીટરનો ભાવ 39 હજાર હતો પરંતુ ડાયમંડ બુર્સ આવવાથી તેના ભાવમાં વધારો થશે આ રીતે રિયલ એસ્ટેટને બુસ્ટ મળશે.’

એવિએશન સેક્ટર
ડાયમંડ બુર્સ બન્યા પછી 175 દેશના ખરીદદારો સુરતમાં આવશે. તેથી વિદેશથી આવનારાઓ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટો શરૂ થશે. આજની તારીખમાં સુરત ડોમેસ્ટિક એરપોર્ટ દિવસની એક ફ્લાઈટ હતી. જે હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગુજરાતના હાઈએસ્ટ રેટિંગ સુધી પહોંચી શક્યા છીએ. આજ વાત ઈન્ટરનેશનલ ફ્લાઈટને લાગુ પડશે.

રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાયમંડ બુર્સની આસપાસના 2 કિલોમીટર રેડિયસમાં 3 નવી ફાઈવસ્ટાર હોટલો પણ બની રહી છે. હોટલ એસોસિએશનના ઉપ પ્રમુખ સનત રેલિયા કહે છે કે, ‘ખરીદદારો આવશે ત્યારે બિઝનેસનું કામ કરશે તો સુરતમાંથી ખરીદી પણ કરશે એટલે કે, કાપડ હોય કે, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરશે.

માત્ર 3 વર્ષમાં જ નવા ઇતિહાસનું સર્જન થશે
સેલ્ફ સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને માત્ર ત્રણ વર્ષમાં તૈયાર કરાયું છે. સુરત ડાયમંડ બુર્સ પહેલાનું સુરત અને ડાયમંડ બુર્સ પછીનું સુરત એવી રીતે ઓળખાશે. લોકો આવનાર સમયમાં જાણવા માંગશે કે, કેવી રીતે આ હિસ્ટ્રી બની છે. વિદેશની યુનિવર્સિટી આવશે કે, આનું કામ કેવી રીતે પાર પાડ્યું છે તે કેવી રીતે શક્ય બન્યું છે, તમામ લોકોને સાથે રાખીને ચાલ્યા એટલે આ શક્ય બન્યું છે. > મથુર સવાણી, ડાયમંડ બુર્સ, ડિરેક્ટર

​​​​​​​

​​​​​​​