15 એપ્રિલ બાદથી જંત્રીના નવા દર લાગુ પડવાની શક્યતા વચ્ચે ફેબ્રુઆરીમાં ગત વર્ષ કરતા 1 હજાર વધુ સાથે 20 હજાર દસ્તાવેજ નોંધાયા છે. જાન્યુઆરી સાથે આ સંખ્યા 40 હજાર છે. જાણકારો કહે છે કે માર્ચ-એપ્રિલના 45 દિવસમાં દસ્તાવેજની સંખ્યા વધી શકે છે. કોટ વિસ્તારમાં 700ની એવરેજ રહી છે. જો કોટ વિસ્તારમાં જંત્રી કે સ્ટેમ્પ ડયુટીની ટકાવારીમાં વધારો થયો તો દસ્તાવેજ અઘરાં થઈ જશે. કેમકે બજાર કિંમત કરતા જંત્રીનો દર વધુ થઈ જવાની શક્યતા છે.
ઓલપાડમાં ગત વર્ષ કરત ઓછા ને કતારગામમાં વધુ
કતારગામમાં 3 હજાર દસ્તાવેજ નોંધાયા છે. છતાં ફેબ્રુઆરી-2022 કરતા 200 ઓછા છે જ્યારે ઓલપાડમાં સૌથી વધુ 1807 એટલેકે 300 દસ્તાવેજ વધુ છે.
નવી જંત્રી લાગુ થવા અગાઉ હજી દસ્તાવેજની સંખ્યા વધશે
નવી જંત્રી લાગુ થવા અગાઉ દસ્તાવેજની સંખ્યા વધશે. જો કે, નવા દર વિશે હાલ કહી શકાય નહીં. સરવે થાય તો ક્લિયર થઈ શકે.’ > અમર પટેલ, એડવોકેટ
કયા ઝોનમાં કેટલા દસ્તાવેજો નોંધાયા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.