તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • People Express Grief That No Action Has Been Taken Even After 20 Days Of Death Of 6 People Due To Contaminated Water In Surat

ગંદા પાણીથી રોગચાળો:સુરતના કઠોરમાં દૂષિત પાણીથી 6 લોકોના મોતને 20 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાની લોકોએ પીડા વ્યક્ત કરી

સુરત5 દિવસ પહેલા
ગટર અને પીવાના પાણી હજુ પણ મિશ્રિત હાલતમાં મળતા હોવાની રાવ સ્થાનિકોએ કરી હતી.
  • પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની બુમરાણ યથાવત

સુરતના કઠોર ગામ વિસ્તારમાં દૂષિત પાણીને લઈને ઘણા દિવસોથી બુમરાણ ચાલી રહી છે. દૂષિત પાણીથી ફેલાયેલા રોગચાળાથી 6 લોકોના મોત થયા બાદ પણ 20 દિવસે પણ કોઈ કાર્યવાહી નક્કર ન થઈ હોવાની સ્થાનિકો પીડા વ્યક્ત કરી રહ્યાં છે. બીજી તરફ ડ્રેનેજ લાઇનનું દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં મિશ્રીત થઇ રહી હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી ગંભીરતાથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મુસ્લિમ મહોલ્લામાં બે વ્યક્તિને ઝાડા ઉલટી થયાની ફરિયાદ પણ જોવા મળી છે છતાં તેનો ઉકેલ લાવવામાં કોર્પોરેશનનું ઉદાસીન વલણ સામે આવી રહી છે.

રોગચાળા બાદ સર્વે અને ઘરે ઘરે દવાઓ આપવામાં આવે છે.
રોગચાળા બાદ સર્વે અને ઘરે ઘરે દવાઓ આપવામાં આવે છે.

અધિકારીઓના જવાબથી સ્થાનિકો દુઃખી
સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી ત્યારે તેમણે થોડા જવાબ આપી દીધો હતો. આરોગ્ય અધિકારીએ કહ્યું કે, અમે રિપોર્ટ તૈયાર કરીને અમારા ઉપરી અધિકારીને સોંપી દીધો છે. અધિકારીઓની ટીમ તમને જણાવશે તે મુજબની આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. કઠોર ગામમાં જ દૂષિત પાણી પીવાના કારણે છ લોકોના મોત થયા હોય અને 100 જેટલા લોકો જ બીમાર પડ્યા હોય તો આ પ્રકારનો જવાબ સ્થાનિક આરોગ્ય અધિકારી નો કેટલો યોગ્ય છે તે સમજી શકાય છે.

ગામમાં પાણીના મુદ્દે કોઈ નક્કર કામગીરી ન થઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે.
ગામમાં પાણીના મુદ્દે કોઈ નક્કર કામગીરી ન થઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે.

સ્થાનિકોના આક્ષેપ
કઠોર મુસ્લિમ ફળિયામાં રહેતા ઈમ્તિયાઝ બેલીમે જણાવ્યું કે, હું પોતે આરોગ્ય અધિકારીને વારંવાર રજૂઆત કરી ચુક્યો છું. પરંતુ શરમજનક બાબત એ છે કે, આ જાડી ચામડીના અધિકારીઓ 6 લોકોના મોત થયા બાદ પણ પોતાની કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર લાવવા તૈયાર નથી. દૂષિત પાણી પીવાની પાઇપલાઇનમાં થઈ રહ્યું છે.છતાં પણ તેનો ઉકેલ યુદ્ધના ધોરણે લાવવો જોઈએ તે કામગીરી ગોકળ ગતિએ કરી રહ્યા છે. ક્યારેક તો એવું લાગે છે કે, આ અધિકારીઓ માત્ર લોકોના મરવાની રાહ જોતા હોય તેવી તેમની કાર્યપદ્ધતિ છે.