નવા વર્ષની ઉજવણી:સુરતમાં લોકો દ્વારા પોલીસ અને ફાયર જવાનો સાથે ઉજવણી, લોકોની સુરક્ષા કરતા જવાનોને મીઠાઈ ખવડાવી

સુરત22 દિવસ પહેલા
સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે પોલીસ જવાનો અને ફાયર જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરાય છે.
  • નવા વર્ષના દિવસે અભિવાદન કાર્યક્રમ યોજાયો

સુરત શહેરમાં નવા વર્ષ નિમિત્તે લોકો દ્વારા પોલીસ અને ફાયર જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. લોકોની સુરક્ષા કરતા જવાનોને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી છોડીને આપણી રક્ષા માટે તેઓ સતત કાર્યરત રહે છે.

ફાયર વિભાગના જવાનો અને પોલીસ જવાનોનું સ્થાનિક લોકો દ્વારા સન્માન
ફાયર વિભાગના જવાનો અને પોલીસ જવાનોનું સ્થાનિક લોકો દ્વારા સન્માન કરીને તેમનો અભિવાદન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો તહેવારના સમયે પણ સુરક્ષામાં તૈનાત રહે છે. ફાયર વિભાગના જવાનો ખૂબ જ જીવના જોખમે પણ વાર તહેવારે અને વિશેષ કરીને દિવાળી દરમિયાન પણ આપણે જ્યારે મોજ મસ્તીથી ફટાકડા ફોડતા હોય છે ત્યારે આપણી બેદરકારીને કારણે ઘણી વખત આગ લાગતી હોય છે તેમાં લોકોના જીવ જોખમમાં મુકાઇ જતા હોય છે. તેવા સમયે ફાયર વિભાગ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી છોડીને આપણી રક્ષા માટે તેઓ સતત કાર્યરત રહે છે.

પોલીસ જવાનોને મીઠાઈ આપવામાં આવી.
પોલીસ જવાનોને મીઠાઈ આપવામાં આવી.

ઋણ સ્વીકાર કરવાનો એક પ્રકારનો કાર્યક્રમ
સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે પોલીસ જવાનો અને ફાયર જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. તમામ કર્મચારીઓને તિલક લગાડીને પુષ્પ હાર પહેરાવીને તેમનું ઋણ સ્વીકાર કરવાનો એક પ્રકારનો કાર્યક્રમ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓને પણ સમાજ દ્વારા તેમની કામગીરીની નોંધ લેવાતી હોય તેવી ભાવના જાગૃત થાય છે. કરુણા સંસ્થા દ્વારા પોલીસ જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

સાથે દિવાળીની ઉજવણી છોડીને રક્ષા જવાનો સાથએ ઉજવણી.
સાથે દિવાળીની ઉજવણી છોડીને રક્ષા જવાનો સાથએ ઉજવણી.

મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું
સ્થાનિક આગેવાન ધર્મેશ ગામી દ્વારા જણાવાયું કે નવા વર્ષના દિવસે આ કાર્યક્રમમાં અચૂક અમારા વિસ્તારના લોકો હાજર રહે છે. ફાયરના અધિકારીઓ અને અન્ય સ્ટાફ અને અમે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરીએ છીએ અને દિવાળી જેવા પર્વમાં પણ તેઓ આપણા સૌને રક્ષા માટે પરિવારથી અલગ રહીને પણ સેવા આપે છે તેનું ઋણ સ્વીકાર કરીએ છે. અમને એ વાતનો આનંદ છે કે સ્ટાફના તમામના ચહેરા ઉપર ખુબ જ લાગણી સભર સ્મિત રેલાઈ જાય છે અને તેમની કામગીરીની નોંધ સમાજ ખૂબ જ ગંભીરતાથી લે છે, તેઓને અનુભવ થાય છે. અમારા વિસ્તારમાં હવે આ એક પરંપરા બની રહી છે.