આજે વિશ્વ પાઇલ્સ ડે:20થી 60 વર્ષના લોકોને ગમે ત્યારે પાઈલ્સની બીમારી થવાની સંભાવના

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઠાડું જીવન, અપચો જવાબદાર
  • રોજીંદો ખોરાક, કસરત સહિતની પ્રવૃતિ કરવા ડોક્ટરોની સલાહ

તા. ૨૦ થી ૨૨ નવેમ્બર સુધી વિશ્વ પાઇલ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંગે સુરતની વિવિધ હોસ્પિટલમાં અવેરનેસ માટેના પ્રોગ્રામો પણ રાખવામાં આવ્યા છે. પાઇલ્સની બિમારી ૨૦ થી ૬૦ વર્ષ સુધી ગમે ત્યારે એકવાર થાય તેવી શક્યતા ડોક્ટરોએ વ્યક્ત કરી છે.

મળમાર્ગના રોગોનો આ પાઇલ્સ નામનો રોગ દુનિયામા સૌથી વધારે જાણીતો રોગ છે. દુનિયાની કુલ વસ્તીના કુલ ૧/૩ ભાગની વસ્તી આ પાઇલ્સના રોગનો અનુભવ એની ૩૦થી ૭૦ વર્ષની વય સુધીમા ક્યારેકને કયારેક અનુભવ કરી ચૂકેલ ખેંચ છે. મળત્યાગ કરતા સમયે મળમાર્ગેથી રકતસ્રાવ થવો, દુખાવાનો અનુભવ થવો,તેમજ મળમાર્ગે સોજો યા તો કંઇ ભાગ બહાર આવવા જેવી અનુભૂતિ પાઇલ્સના દર્દી અનુભવતા હોય છે. રાત-દિવસ કામ કરનારા લોકોનો ખોરાક અયોગ્ય હોય છે.

તેઓનું જમવાનો કોઇ ફિક્સ સમય હોતો નથી, આ ઉપરાંત કેટલાક લોકો બેઠાડું જીવન જીવતા હોય છે અને કસરત સહિતની પ્રવૃતિઓ કરતા નથી, આ કારણોસર પણ લોકોને પાઇલ્સ થાય છે. આ ઉપરાંત અપચો અને અયોગ્ય ખોરાકથી પણ પાઇલ્સ થવાની શક્યતા છે. સુરતના જાણીતા ડો. મુકુલ પટેલના જણાવ્યા પ્રમાણે ૨૦થી ૬૦ વર્ષ સુધીના વ્યક્તિઓ પૈકી ૩૦ ટકા લોકોને આ એકવાર પાઇલ્સની બિમારીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

મળાશયની અંદર થનારા મસાને “ઇન્ટરનલ પાઇલ્સ” તેમજ મળદ્વારની બહાર થતા મસાને “એક્સ્ટર્નલ પાઇલ્સ” તરીકે ઓળખાય છે. “એક્સ્ટર્નલ પાઇલ્સ- એટલે કે મસામાં મોટા ભાગે દુખાવો, ખંજવાળ કે ફુલાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે ઘણી વખતે મળદ્વારે બહારની જગ્યાએ મસા થાય છે. ૨૦ નવેમ્બરના “પાઇલ્સ ડે” નિમિત્તે,લોકોને જાગૃતિ આવે એ હેતુથી - મજૂરાગેટ ટ્રાફિક સર્કેલ સામે આવેલ શ્રેયસ એનો રેકટલ હોસ્પિટલ- સ્વામિનારાયણ કોમ્પલેક્ષ, ખાતે ફ્રી ચેકઅપનુ આયોજન કરાયું છે. આ દિવસે સવારે ૧૦થી ૧ દરમ્યાન પાઇલ્સને લગતા તમામ કેસોનું નિદાન નિ:શૂલ્ક કરાશે.

અન્ય સમાચારો પણ છે...