તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજનનો અભાવ:સુરતમાં 45+નું વેક્સિનેશન બંધ, કોરોના રસીકરણના ટોકન માટે લોકોની પડાપડી, ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

સુરત2 દિવસ પહેલા
મોટી સંખ્યામાં મહિલાઓએ રસીકરણના ટોકન માટે પડાપડી કરી.
  • સુરતમાં 45થી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ આજે બંધ, આવતી કાલે જથ્થો આવશે તો રસીકરણ થશે

સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે આજે રીતસરની પડાપડી થઈ ગઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા. જેના દ્રશ્ય એટલા ભયાવહ હતા કે કોરોના સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં આવી શકે તે એક મોટો પ્રશ્ન છે.

વેક્સિન લેવા લોકોની પડાપડી
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન માટે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે વેક્સિનના શું પરિણામ આવ્યું છે તે જોતા લોકોનો વિશ્વાસ પણ તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે. પરિણામે લોકો હવે વેક્સિનેશન માટે પડાપડી કરી રહ્યા છે. સુરતના ભીમપોરની એક શાળામાં વેક્સિનેશન માટેનું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ કેટલી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે અને તે કેટલી ગંભીર હોય શકે છે તે અહીં જોવા મળી છે.

સુરક્ષા માટે ઝડપથી વેક્સિન લેવાનો પ્રયાસ
વેક્સિનેશન માટે સુરત શહેરમાં પડાપડી થતી જોવા મળી રહી છે. લોકોને હવે વેક્સિન લેવી છે પરંતુ જે રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ યુવાનો અને વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 1લી મેથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત થતાની સાથે જ લોકોને વેક્સિનનો સ્ટોકને લઈને શંકા ઊભી થઈ છે. સતત શહેરભરમાં ચર્ચા થઈ રહી છે કે વેક્સિન ખૂબ ઓછી હોવાથી વેક્સિનેશનનો કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. વેક્સિન લેનારા લોકોને કોરોના સંક્રમણનું જોખમ ખૂબ ઓછા પ્રમાણમાં રહેલું છે. જેને કારણે હવે લોકો પોતાની સુરક્ષા માટે ઝડપથી વેક્સિન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોકન આપનારને ઘેરી લઈને પડાપડી કરી હતી.
ટોકન આપનારને ઘેરી લઈને પડાપડી કરી હતી.

ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા જોવા મળ્યા
ભીમપોર વિસ્તારમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોકન વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવી જરૂરી હતી. પરંતુ જે રીતે લોકો એકાએક ટોકન લેવા માટે ધસી જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જો આ ટોળામાંથી કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો શું પરિસ્થિતિ ઊભી થઇ શકે તેની આપણે ગંભીરતા સમજી શકીએ છીએ. વેક્સિનેશન સેન્ટરમાં ઇન્ચાર્જ કોણ હતું તેની તપાસ કરીને તેમની સામે પગલાં લેવા જરૂરી બને છે. જો આ પ્રકારની સ્થિતિ અન્ય રસીકરણ સેન્ટર પર પણ હોય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

સુરત શહેરમાં વેક્સિન પણ ખૂટી પડી
શહેરમાં હવે વેક્સિન પણ ખૂટી પડી છે. 18 થી 44 વયજૂથના લોકો માટે વેક્સિન શરૂ કરવામાં આવી છે અને લોકો લેવા માટે પણ તૈયાર છે છતાં રોજના માંડ પાંચ હજાર લોકોને જ રસી મૂકવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત પાલિકાને દસ દિવસ માટે માત્ર પચાસ હજાર વેક્સિનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે. જે મુજબ રોજના પાંચ હજાર લોકોને રસી મૂકવામાં આવે છે અને આ પ્રમાણે જ રજીસ્ટ્રેશન પણ થાય છે. સાંજે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ થાય તેના એક જ કલાકમાં પાંચ હજાર એપોઈન્ટમેન્ટ ફુલ થઈ જાય છે જેથી અન્ય યુવાઓને રજીસ્ટ્રેશન પણ થતું નથી.

ટોકન લેવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું.
ટોકન લેવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું.

આવતીકાલે રસી આવશે તો અપાશે
45 થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. બુધવારે રસીનો જથ્થો ઉપલબ્ધ થશે તો જ રસી અપાશે. સિવિલ હોસ્પિલમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વેક્સિન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સોમવારે રજીસ્ટર્ડ 5000માંથી 4609 લોકોએ રસી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો