સિંગણપોર વિસ્તારમાં રહેતી ચાર ભાઈઓની એક બહેનનું રહસ્યમય સંજોગોમાં શંકાસ્પદ મોત નિપજ્યું હતું. પિયર પક્ષ દ્વારા સાસરીયાઓએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફોરેન્સીક પોસ્ટમોર્ટમની માંગણી કરતા પેનલ પીએમ કરાયું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.સિંગણપોર રિવર પાર્ક સોસાયટી ખાતે રહેચી સરીતા જયકુમાર પટેલ(24) છેલ્લા 7 મહિનાથી માઈગ્રેનની બીમારીથી પીડાતી હતી. શુક્રવારે તે સુઈ ગયા બાદ જાગી ન હતી. જેથી તેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઇ હતી.
સરીતાબેનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા બાદ તેના પિયર પક્ષ દ્વારા મોત અંગે શંકા વ્યકત કરવાની સાથે પતિ અને સાસરીયા દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો તેમજ સાસરીયાઓએ જ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે ફોરેન્સીક પોસ્ટમોર્ટમની માંગણી કરતા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું કે માર માર્યો હોય તેવા ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. એક તરફ પડી જવાના કારણે સામાન્ય ઈજા છે. શરીરમાં લોહીનું પ્રમાણ ઓછુ જણાયું છે. હાલ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.