આપઘાત કરતાં અટકાવાયો:સુરતમાં સરદાર બ્રિજ પરથી તાપીમાં ઝંપલાવતા યુવકને રાહદારીઓએ એકઠા થઈ સૂઝબૂઝથી બચાવી લીધો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક લોકોએ એકઠા થઈને આપઘાત કરતા ડુમસના યુવકને બચાવી લીધો હતો. - Divya Bhaskar
સ્થાનિક લોકોએ એકઠા થઈને આપઘાત કરતા ડુમસના યુવકને બચાવી લીધો હતો.
  • રાહદારીઓ એકઠા થઈને દોરડાથી આપઘાતનો પ્રયાસ કરનારને બહાર કાઢ્યો

સુરતના સરદાર બ્રિજ પરથી અનેક વખત તાપીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે પણ યુવક અગમ્ય કારણસર તાપીમાં ઝંપલાવવા માટે સરદાર બ્રિજ પરથી નીચે ઝંપલાવવા પ્રયાસ કરી રહ્યો હતો. જોકે રાહદારીની નજર તેના ઉપર પડતા તેણે યુવકને બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના રાહદારીઓ સાંભળતાની સાથે જ ત્યાં એકઠા થઇ ગયા હતા. જાળીની બીજી બાજુ પહોંચેલો યુવક તાપીમાં કુદે એ પહેલા લોકોએ સૂઝબૂઝ વાપરીને દોરડા બાંધીને યુવકને બચાવી લીધો હતો.

યુવક ગ્રીલ કુદી ગયો હોવાથી લોકોએ દોરડા બાંધીને રેસ્ક્યુ કરવું પડ્યું હતું.
યુવક ગ્રીલ કુદી ગયો હોવાથી લોકોએ દોરડા બાંધીને રેસ્ક્યુ કરવું પડ્યું હતું.

યુવક રેલિંગ કુદી ગયો હતો
પ્રાથમિક વિગત મુજબ યુવક ડુમસનો રહેવાસી છે. કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી રાખવાની માનસિકતા સાથે સરદાર બ્રીજ ઉપર આવ્યો હતો.કલ્પેશ સરદાર બ્રિજ ઉપર લગાડવામાં આવેલી રેલિંગ ઉપર ચઢીને તે છલાંગ લગાવવા પ્રયાસ કરતો હતો. તે દરમિયાન જ રાહદારીઓએ તેને જોઈ લીધો હતો. યુવકોએ આસપાસથી દોરડો શોધીને તેને ખેંચી લઈને બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર આવે તે પહેલાં લોકોએ યુવકનું રેસ્ક્યુ કરી લીધું હતું.

યુવક કલર કામ કરતો હોવાની સાથે ઘર કંકાસથી આપઘાત કરવા નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.
યુવક કલર કામ કરતો હોવાની સાથે ઘર કંકાસથી આપઘાત કરવા નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.

યુવક કલર કામ કરે છે
યુવકને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે પોતે કલર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે આ પગલું ભરવા પાછળ શું કારણ છે. તે અંગે કોઈને કંઈ જણાવ્યું ન હતું. પરંતુ ઘર કંકાસ માટે પોતાનું જીવન ટૂંકાવવા માટે સરદાર બ્રિજ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવવા માટે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુવક પોતાનો જીવ ગુમાવે તે પહેલા જ સદ્નસીબે આસપાસના લોકોએ એકત્રિત થઈને યુવકનો જીવ બચાવી લીધો હતો.