નવી ખેતી:ડાયમંડ સિટી સુરતમાં હવે નવા વર્ષે મોતીની ખેતી શરૂ થશે, રૂ.40 હજારના ખર્ચમાં 2 લાખની કમાણીનો અંદાજ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારા પાણીમાં ઓઇસ્ટરથી ક્વોલિટી સારી હોય છે. મીઠા પાણીમાં મોતીની ખેતીનો માલ મેડિકલ, જ્વેલરી અને કોસ્મેટિક સેક્ટરમાં ઉપયોગી બને છે. - Divya Bhaskar
ખારા પાણીમાં ઓઇસ્ટરથી ક્વોલિટી સારી હોય છે. મીઠા પાણીમાં મોતીની ખેતીનો માલ મેડિકલ, જ્વેલરી અને કોસ્મેટિક સેક્ટરમાં ઉપયોગી બને છે.
  • દેશમાં કુલ 28 ટકા મોતીની આયાત થાય છે, નવા વર્ષથી હવે સુરતનો નોંધપાત્ર ફાળો નોંધાશે

સુરતમાં પ્રથમ વખત જાન્યુઆરી-2021થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થવાની છે, જે અલખા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. 10 દિવસ અગાઉ જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ 28 ટકા મોતીની આયાત થાય છે. આ ખેતીમાં રૂ.40 હજારના ખર્ચમાં 2 લાખની કમાણીનો અંદાજ છે.

અલખા ફાઉન્ડેશનના સેક્રેટરી નરેન્દ્ર ગર્વા જણાવે છે કે ઝીંગા અને અન્ય સી-ફૂડ બિઝનેસ જાણીતો છે, પણ મોતીની ખેતીને 10થી 30 ડીગ્રી તાપમાન આવશ્યક છે. ગુજરાતનું વાતાવરણ મોતીની ખેતી માટે અનુકૂળ હોવાનો મત તજજ્ઞોએ વ્યક્ત કર્યો છે.

અમદાવાદમાં શરૂ થયેલી આ પ્રકારની ખેતીમાં અત્યારસુધીમાં 2 સાહસિક જોડાયા છે. મોતીની ખેતી થકી 10થી 15 વર્ષમાં 15 ટકા સુધી ગુજરાત યોગદાન કરશે એવો મત વ્યક્ત કર્યો છે. અત્યારસુધી યુપી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને એમપીમાં પ્રોડક્શન થતું હતું, હવે ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની ખેતી માટે તૈયારી ચાલી રહી છે.

સુરતમાં ડિઝાઈનર મોતીને તૈયાર થતાં 12 માસ લાગશે
3 પ્રકારની છીપ ભારતમાં મળી આવે છે, જેમાંના કોરિઓલિસ અને માર્જિનલિસા કોરિઓલિસ જે ગંગા નદીમાંથી મળી આવે છે. કોરિઓલિસ પ્રકારના છીપ (શીપ) સ્થિર પાણીમાં મરી જાય છે, જોકે એની ક્વોલિટી ખૂબ સારી હોઈ છે, જ્યારે માર્જિનલિસા કોરિઓલિસ સ્થિર અને સતત વહેણવાળા પાણી બંનેમાં જીવતા રહે છે. જ્યારે સુરતમાં તૈયાર થનારા ડિઝાઈનર મોતી 12થી 13 મહિનામાં તૈયાર થઈ જશે.

કઈ રીતે મોતીની ખેતી થશે, આખું મોતી કેવી રીતે બને?
સૌથી પહેલા છીપ મગાવે છે, જે નદીઓમાંથી મળે છે. મરી ગયેલી શેલનો પાઉડર તૈયાર કરાય છે, જેના મિશ્રણથી બીજ તૈયાર કરાય છે. છીપની અંદર જીવંત માસનો ટુકડો હોઈ છે, જેના પર સર્જરી કરીને બીજ ઈમ્પ્લાન્ટ કરાય છે. જ્યારે પણ છીપને દુ:ખાવો થાય છે ત્યારે તે બીજની ઉપર કેલ્શિયમ છોડે છે. આ પ્રોસેસને પગલે એક વર્ષે મોતી તૈયાર થાય છે. ડિઝાઈનર છીપમાં ખાના હોઈ છે, જેમાં ડેન્ટલ પાઉડરથી ડિઝાઈનર મોતી તૈયાર થાય છે.

રૂ.40 હજારના ખર્ચમાં 2 લાખની કમાણીનો અંદાજ
15 ફૂટ પહોળા, 15 ફૂટ લાંબા તથા 6 ફૂટ ઊંડા પાણીમાં એક હજાર છીપની ખેતી થઈ શકે છે. રૂ.30થી 40 હજારના ખર્ચથી એની ખેતી શરૂ થઈ શકે છે. એક વર્ષ સુધી પાણીમાં એમોનિયા અને પીએચપી લેવલ મેઈન્ટેન કરવું પડે છે. અંદાજ છે કે 500 છીપ મરી શકે છે, જોકે બાકીના 500 છીપ બચે તો પ્રત્યેક છીપદીઠ 2 મોતી તૈયાર થતા હોઈ છે. આ છીપ એલગી ખાય છે.

અન્ય સમાચારો પણ છે...