તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:PCBએ ગેરકાયદે સિગારેટનો રૂ. 62 હજારનો જથ્થો પકડ્યો, ગેરકાયદે સિગારેટ વેચનાર પર કાર્યવાહી થશે

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

હવેથી ગેરકાયદે સિગારેટ વેચતા વેપારીઓ પોલીસના સકંજામાં ફસાઈ શકે છે. કેમ કે, પીસીબીના પીઆઈ એસ. જે. ભાટીયાની સૂચનાથી સ્ટાફે ગુરુવારે બપોરે પર્વત પાટીયા સુરભી કોમ્પલેક્ષમાં સિધ્ધાર્થ ટ્રેડર્સ નામની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાંથી ગેરકાયદે સિગારેટના 820 બોક્ષ મળી આવ્યા હતા. આ સિગારેટની કિંમત 62 હજાર છે. આ સિગારેટના પેકેટો પર કોઈપણ જાતની ચેતવણી ન હતી.

એટલું જ નહીં કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલ ન હતી. પીસીબીના સ્ટાફે દુકાનના માલિક પ્રકાશ ચંદ્ર ગણેશલાલ જૈન(48)(રહે, સિટીપેલેસ સોસા, પર્વતપાટીયા, પુણા, મૂળ રહે, રાજસ્થાન)ની સામે કાર્યવાહી કરી છે. જ્યારે ગેરકાયદે સિગારેટનો જથ્થો સુરતના ઉસ્માનએ આપ્યો હતો. જે સિગારેટનો જથ્થો પીસીબીએ પકડયો છે. આ સિગારેટ ખુલ્લેઆમ દુકાનો પર મળી રહી છે. આમ તો આ સિગારેટ વિદેશની બ્રાન્ડ છે અને તેની કિંમત પણ લખેલી ન હોય છે. કેટલાક દુકાનદારો આ સિગારેટ ટેબલના ડ્રોઅરમાં રાખી માનીતા ગ્રાહકોને વેચાણ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો