ભાસ્કર સ્ટિંગ:માત્ર 2500 રૂપિયામાં પેમેન્ટ બેન્ક એકાઉન્ટ વેચાઈ રહ્યાં છે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રિપોર્ટરને મળવા આવેલો દાનિશનો દોસ્ત - Divya Bhaskar
રિપોર્ટરને મળવા આવેલો દાનિશનો દોસ્ત
  • કોઈ બીજાના નામે ખુલ્લેઆમ પેમેન્ટ બેન્ક એકાઉન્ટ વેચાઈ રહ્યાં છે, હાથોહાથ એક્ટિવ કરી અપાય છે
  • બલ્કમાં ખરીદવામાં આવે તો માત્ર 2 હજાર રૂપિયા લેવાય છે

દુર્ગેશ તિવારી
દેશમાં નોટબંધી બાદ એક પછી એક પેમેન્ટ બેન્ક લૉન્ચ થઈ હતી. તેનાથી સામાન્ય વ્યક્તિ માટે બેન્કિંગ અને મોબાઇલથી ફંડ ટ્રાન્સફર સરળ બન્યું હતું. પણ કૌભાંડીઓ આ પેમેન્ટ બેન્ક સુવિધાનો દુરુપયોગ કરી રહ્યા છે. કૌભાંડીઓ કોઈ પણ વ્યક્તિના આધારકાર્ડ, પાનકાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ દ્વારા પહેલાં મોબાઇલ સિમકાર્ડ લે છે. પછી તેની મદદથી પોતાના મોબાઇલ ફોનમાં પેમેન્ટ બેન્ક એપ શરૂ કરે છે. અને બાદમાં છેતરપિંડીનો આ ખેલ શરૂ થાય છે. કૌભાંડીઓ હવે ખુલ્લેઆમ પેમેન્ટ બેન્ક વેચવા પણ લાગ્યા છે. કોઈ ગ્રામીણ કે શ્રમિક વર્ગની વ્યક્તિના નામે પેમેન્ટ બેન્ક શરૂ કરીને વેચવામાં આવે છે. ભાસ્કરે આવા ઠગોને ખુલ્લા પાડવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. ભાસ્કરના રિપોર્ટરે ઇન્ટરનેટની મદદથી એવી વ્યક્તિનો સંપર્ક કર્યો જે કોઈ અન્યના નામે પેમેન્ટ બેન્ક ખાતાં ખોલીને વેચતી હતી.

દાનિશ નામની આ વ્યક્તિ સાથે જ્યારે રિપોર્ટરે વાત કરી તો તેણે મુંબઈમાં નવી મુંબઈ સ્થિત નેરુલમાં મળવા માટે બોલાવ્યો હતો. તેણે જણાવ્યું કે તે હાથોહાથ પેમેન્ટ બેન્ક આપી દેશે. કેવાયસી કરેલું છે. તે જાતે આવ્યો નહીં પણ તેણે પોતાના દોસ્ત મારફતે બેન્ક એકાઉન્ટનો સોદો કર્યો હતો. આ કેસમાં પોલીસ ખરા આરોપી સુધી પહોંચી શકતી નથી અને સાઇબર સેલ પણ અસહાય જણાય છે.
સાઈબર ફ્રોડ માટે પેમેન્ટ બેન્કને હથિયાર બનાવાય છે, પિન પણ સેટ કરી આપે છે
સચ્ચાઈ જાણવા રિપોર્ટર સુરતથી મુંબઈ પહોંચ્યો

હું (રિપોર્ટર) તેને (દાનિશ) મળવા સુરતથી નવી મુંબઈ સ્થિતિ નેરુલ પહોંચ્યો હતો. મેસેન્જર એપ દ્વારા પહેલાં દાનિશ સાથે વાત કરી. એ પછી મને ઠાણે બોલાવ્યો. નેરુલ પહોંચ્યો તો દાનિશે કહ્યું કે તે પોતે નહીં આવે પણ તેનો દોસ્ત આવશે. તેણે કહ્યું કે હું કોઈને મળતો નથી. એ પછી તેના દોસ્તે ફોન કર્યો. તેણે પુરાવા તરીકે સુરતથી આવ્યાની ટિકિટ ફોન પર મગાવી. બધું ઠીક લાગ્યા પછી આશરે અડધા કલાકે તે મળવા માટે આવ્યો.
દાનિશના દોસ્તે પેમેન્ટ બેન્ક એપ સેટિંગ કરી આપ્યું

દાનિશની જગ્યાએ મળવા માટે આવેલા તેના દોસ્તે ટ્રેન ટિકિટ જોયા બાદ મોબાઇલ ફોનમાં કોઈ અન્યના નામનું સિમકાર્ડ નાખ્યું. પછી પેમેન્ટ બેન્ક એપ ડાઉનલોડ કરી અને એકાઉન્ટ શરૂ કરી દીધું. આ એકાઉન્ટને ચાલુ કરવા માટેનો પિન નંબર પણ લખેલો હતો. તેથી પ્રોસેસમાં કોઈ મુશ્કેલી આવી નહીં. આ સાથે જ તેણે સિમ કાર્ડ પણ રિપોર્ટરને સોંપી દીધું.

વાતચીતના અંશ

મોટો ઓર્ડર લાવશો તો હું જાતે સુરત આવીને આપી જઈશ... દાનિશ: શું જોઈએ છે? રિપોર્ટર: શું શું મળી શકે છે? દાનિશ: એરટેલ પેમેન્ટ બેન્ક એકાઉન્ટ, વીઆઇ સિમ, એરટેલ સિમ રિપોર્ટર: કેટલા રૂપિયા આપવા પડશે? દાનિશ: બલ્કમાં જોઈએ છે કે એક-બે? જો એક-બે લેવા હશે તો એરટેલ પેમેન્ટ બેન્ક 2500 રૂપિયામાં અને બલ્કમાં જોઈએ તો 2000 રૂપિયા થશે. રિપોર્ટર: હાથોહાથ મળી જશે? દાનિશ: મુંબઈમાં મળી જશે. અને મોટો ઓર્ડર હશે તો હું જાતે સુરત આવીને આપી જઈશ.

જથ્થામાં જોઈએ તો રેટ ઓછો કરીશ: દાનિશ

ફોન પર દાનિશે કહ્યું કે તમારે બલ્કમાં જોઈશે તો હું 1800થી 1900 રૂપિયામાં જ એકાઉન્ટ આપી દઈશ. એની ઉપર જેટલા રૂપિયામાં વેચવું હોય વેચજો. દાનિશે કહ્યું કે પેમેન્ટ એકાઉન્ટ વધારે ચાલે છે. બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાનો ખતરો છે પણ પેમેન્ટ બેન્ક જલદી ટ્રેક નથી થતાં અને સસ્તાં પણ હોય છે.

  • દાનિશે કહ્યું કે આ એકાઉન્ટ અન્યના નામે છે. એ નથી કહ્યું કે કોના નામે છે? અને ક્યાંથી આવ્યું છે?
  • એપ પર તપાસમાં ખબર પડી કે એકાઉન્ટ યુપીના નવા કુશીનગરના પરડૌના શહેરના કોઈ ભીકંત કુંવરના નામે છે.
અન્ય સમાચારો પણ છે...