તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્વિટર પરથી હટાવાયાં:સુરતમાં AAPનાં મહિલા નગરસેવકનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ, પાયલ પટેલે કહ્યું- ભાજપ મને સવાલ કરતાં નહિ રોકી શકે

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થતાં ભાજપ પર આક્ષેપ કરાયા છે. - Divya Bhaskar
પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થતાં ભાજપ પર આક્ષેપ કરાયા છે.
  • સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ ધરાવતાં નગરસેવકે ભાજપના IT સેલ પર આક્ષેપ કર્યા

સુરતના આમ આદમી પાર્ટીનાં મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેથી ભાજપની આઈટી સેલ દ્વારા ટ્વિટરને રિપોર્ટ કરીને મારું અકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જોકે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહીશ.

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતાં પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થયું છે.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતાં પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થયું છે.

અકાઉન્ટ ડિલિટ થતાં આશ્ચર્ય
છેલ્લા થોડા સમયથી નેતાઓનાં ટ્વીટ, ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થવાનું અભિયાન શરૂ થયું છે. દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉશ્કેરણીજનક ટ્વીટ કરે છે તેમનાં ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરવામાં આવ્યાં છે. તો ઘણાને કયા કારણસર અકાઉન્ટ ડિલિટ કર્યા છે એ અંગેની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર સક્રિય આપનાં મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થતાં તેઓ આશ્ચર્યમાં મુકાયાં છે.

પાયલ પટેલે અકાઉન્ટ ડિલિટ થવા મુદ્દે ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
પાયલ પટેલે અકાઉન્ટ ડિલિટ થવા મુદ્દે ભાજપ પર આક્ષેપ કર્યા હતા.

ભાજપ મને રોકી ન શકે-પાયલ
આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું હતું કે, ટ્વિટર પર મારું અકાઉન્ટ હતું તેને ડિલિટ કરી દેવામાં આવ્યું છે. અકાઉન્ટ ડિલિટ થયા પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ખાડી અભિયાનને લઈને સત્તાપક્ષની સામે ઘણાં ટ્વીટ કર્યાં છે. એમાં ઘણા બધા ભાજપના સક્રિય સોશિયલ મીડિયા પરના કાર્યકર્તાઓ દ્વારા મારી પોસ્ટ પર રિપોર્ટ કર્યા હોય તેવું બની શકે અને એને કારણે મારું અકાઉન્ટ ડિલિટ થયું છે, પરંતુ આ પ્રકારની ઘટના એ સત્ય બહાર લાવવા માટે મને રોકી શકે નહીં. હું સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી પણ મારાથી લોકો સામે જેટલું પણ સત્યને ઉજાગર કરવાનું હશે એ કરીને જ રહીશ.

પાયલના ટ્વિટરમાં છ હજારથી વધુ ફોલોઅર્સ છે.
પાયલના ટ્વિટરમાં છ હજારથી વધુ ફોલોઅર્સ છે.

સૌથી નાની ઉંમરનાં નગરસેવક
પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. પાયલની ઉંમર માત્ર 22 વર્ષ છે. પાયલ સાકરિયા સુરત શહેરનાં સૌથી ઓછી વયનાં ઉમેદવાર છે. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ સાકરિયા પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે પાયલ સાકરિયા પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.

ભાજપના કાર્યકરો પર પાયલ સાકરિયાએ આરોપ લગાવ્યા હતા.
ભાજપના કાર્યકરો પર પાયલ સાકરિયાએ આરોપ લગાવ્યા હતા.
અકાઉન્ટ ડિલિટ થયા બાદ અન્ય જગ્યા પરથી વિરોધ કરીશ, એમ આ નગરસેવકે કહ્યું છે.
અકાઉન્ટ ડિલિટ થયા બાદ અન્ય જગ્યા પરથી વિરોધ કરીશ, એમ આ નગરસેવકે કહ્યું છે.