સ્નેહમિલન કે શક્તિપ્રદર્શન?:સુરતમાં પાટીલ પાવર બતાવશે, મુખ્યમંત્રી સહિત 30 હજાર કરતા વધુ કાર્યકરો હાજર રહે તેવું આયોજન, અમિત શાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે

સુરત8 દિવસ પહેલા
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  • કચ્છથી શરૂ થયેલા ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું સુરતમાં સમાપન

ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનો આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થશે. જે ભાજપનો અંતિમ સ્નેહમિલન કાર્યક્રમ હશે. પોતાના હોમ ટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગઠનાત્મક અને રાજકીય કદ બતાવવાની કોઈ કસર બાકી નહીં રાખે.અંદાજે 30 હજારથી વધુ કાર્યકરો સ્નેહમિલનમાં આવે તેવું આયોજન કરાયું છે. આ સાથે મુખ્યમંત્રી પણ હાજર રહેશે. જ્યારે કેન્દ્રમાં ગૃહ મંત્રી અમિતશાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે.

પાટીલનું કદ મજબૂત
સમગ્ર રાજ્યમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કામ કરી રહ્યા છે. તે જોતાં સ્વભાવિક રીતે જ તેમની મહત્વકાંક્ષાને લઈને પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી સફળતા અપાવવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સી.આર.પાટિલ માટે આંતરિક કલહ ને પહોંચી વળવું સૌથી વધુ કપરું લાગી રહ્યું છે. સી.આર.પાટીલ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપને સફળતા આપવામાં તેમની રણનીતિ કારગર સાબિત થઈ છે. તેને કારણે પાર્ટીમાં તેમનું કદ વધુ મજબુત થઇ રહ્યું છે.

સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવાનુું આયોજન
સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવાનુું આયોજન

ખટરાગ તાકાતથી દબાશે
સી.આર.પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ખૂબ જ ઊંચી લીડથી જીતતા આવ્યા છે. સી. આર. પાટીલ નું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓની ફોજ ને કારણે તેઓ દક્ષિણ ગુજરાતમાં કદાવર નેતા તરીકેની ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા છે. કાશીરામ રાણા બાદ પાટીલે પોતાનો દબદબો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બનાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ બની ગયા બાદ સી.આર.પાટીલ હવે ભાજપના પ્રથમ પંક્તિના નેતાઓમાં ગણાય છે. ગુજરાતમાં સી.આર.પાટીલ ને લઈને જે થોડા ઘણા અંશે પણ સંગઠનાત્મક રીતે ખટરાગ દેખાઈ રહ્યો છે. તેને સ્નેહમિલન કાર્યક્રમ થકી પોતાની તાકાત બતાવવી દેવાનો પૂરતો પ્રયાસ કરશે.

હોમ ટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગઠનાત્મક અને રાજકીય કદ બતાવવાની કોઈ કસર બાકી નહીં રા
હોમ ટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગઠનાત્મક અને રાજકીય કદ બતાવવાની કોઈ કસર બાકી નહીં રા

ભવ્ય સ્ટેજ
ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા જણાવ્યું કે આવતીકાલના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. સ્નેહ મિલન સમારોહમાં શહેરના 30 હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ હાજર રહેશે. સમારોહ માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગ્રાઉન્ડમાં એલઇડી ટીવી ગોઠવવામાં આવશે. ગ્રાઉન્ડની બહાર 72/18 ઇંચની એલીડી ગોઠવવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષના હોમમાં કાર્યક્રમ હોવાથી શહેર સંગઠન પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે અને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને ઉપસ્થિત રહેવાના હોવાથી શહેર ભાજપ સંગઠનમાં જુસ્સો અને જોમ વધુ મજબૂત થશે.