• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Patients Undergoing Breast Cancer Treatment In The Lifetime Card Scheme Are Given 4 Injections Despite The Need For 17 Doses Of Trastuzumab.

હાલાકી:આયુષ્યમાન કાર્ડ યોજનામાં બ્રેસ્ટ કેન્સરની સારવાર લેતા દર્દીઓ મુશ્કેલીમાં, 17 ડોઝ ટ્રાસ્ટુઝુમેબની જરૂરિયાત છતાં 4 ઈન્જેક્શન અપાય છે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા કહેવામાં આવ્યું છે. - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા કહેવામાં આવ્યું છે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરાઈ

દેશના ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજના હેઠળ બ્રેસ્ટ કેન્સરના દર્દીને 17 ડોઝ ટ્રાસ્ટુઝુમેબની જરૂરિયાત હોય છે. તબીબી અભિપ્રાય મુજ્બ આ 17 ડોઝનો કોર્સ પૂર્ણ કરવામાં આવે તો જ દર્દી આ રોગમાંથી બહાર નીકળવાની શક્યતાઓ છે. પરંતુ વર્તમાન સ્થિતિ પ્રમાણે અત્યારે માત્ર PMJAY હેઠળ માત્ર 4 ડોઝ જ આપવામાં આવી રહ્યા છે.

આરોગ્યમંત્રીને રજૂઆત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને આયુષ્યમાન કાર્ડમાંથી મળતી સુવિધાઓને લઇને ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને ટ્રાસ્ટુઝુમેબ ઇન્જેકશનની જરૂરિયાત હોય છે. ગરીબ દર્દીઓના હિતમાં બધા જ 17 ડોઝ તેમના કાર્ડમાં બેલેન્સ હોય તેવાને આપવા પાત્ર થાય તે મુજબની જરૂરી માર્ગદર્શિકામાં સુધારો કરીને ભારત દેશના ગરીબ દર્દીઓ સંપૂર્ણ સારવાર લઈ શકે તો આ યોજનાનો હેતું સિદ્ધ થાય. નહી, તો ગરીબ દર્દી આર્થિક વ્યવસ્થાના અભાવે સારવાર અધૂરી છોડવાની શક્યતા વધે છે. જે પ્રાણઘાતક છે. વિશેષ કરીને ગુજરાત સરકારે ઈન્સ્યોરન્સ બેઝ પ્રિમિયમ પણ ભરેલ છે. ગુજરાતના પ્રશ્નો બાબતે ગુજરાતની સ્થિતિ આધારિત નિર્ણય કરવો જરૂરી હોવાથી ગરીબ દર્દીઓને વહારે આવવા રજૂઆત કરવામાં આવી છે.

ઈન્જેક્શનની કિમત 15 હજાર સુધી
કિસાન મોરચાના પૂર્વ મહામંત્રી ફલજી ચૌધરીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને રજૂઆત કરી કે, આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગરીબ દર્દીઓને ખૂબ જ સારી રીતે સારવાર થઇ રહી છે. પરંતુ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે કેટલીક ટેક્નિકલ સમસ્યા ઊભી થઇ હોય તેવું લાગી રહ્યું છે. દર્દીને ટ્રાસ્ટુઝુમેબ ઇન્જેક્શનની જરૂરિયાત હોય તે ઇન્જેક્શન રૂપિયા પાંચ લાખ સુધી ખર્ચ પૂરા ન થાય તો તેમને આપવા જરૂરી છે. કારણ કે, આ એક ઇંજેક્શન 12 થી 15 હજાર રૂપિયાનું આવે છે. ઘરે બને મધ્યમ પરિવારના દર્દીઓ ઉપર આર્થિક બોજો પડતા ઘણી વખત તેઓ ઇન્જેક્શન જવાનું ટાળી દે છે અને તેના કારણે સારવારનું યોગ્ય પરિણામ આવતું નથી ઘણી વખત દર્દીઓનાં જો પણ જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...