સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 69 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે શહેરમાં 75 અને જિલ્લામાં 38 મળી શહેર-જિલ્લામાં 113 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 551 થઈ છે. રિમાન્ડ હોમમાં રખાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોર શનિવારે ચેપગ્રસ્ત થયાં છે.
113 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 45 અને જિલ્લામાં 24 કેસ સાથે શનિવારે કોરોનાના વધુ 69 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 208250 થઈ છે. શનિવારે શહેરમાં 75 અને જિલ્લામાં 38 મળી શહેર-જિલ્લામાં 113 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 205458 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 551 થઈ
શહેરમાં ઘટી રહેલા પોઝિટિવ કેસોને પગલે એક્ટિવ કેસમાં પણ ઘીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 393 અને જિલ્લામાં 158 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 551 થઈ છે. રિમાન્ડ હોમમાં રખાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોર શનિવારે ચેપગ્રસ્ત થયાં છે. આ ચારેય કિશોરને નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
સિટીમાં 1 મહિના બાદ કેસની સંખ્યા 50થી નીચે
શહેરમાં જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં એક મહિના બાદ કોરોનાના કેસની સંખ્યા 50થી નીચે પહોંચી 45 થઇ છે. 22 જુને શહેરમાં 45 કેસ હતા. ત્યાર બાદ સતત પોઝિટિવ કેસની સંખ્યા 50થી ઉપર નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.