તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી:​​​​​​​વ્યારા રેફરલ કોવિડ હોસ્પિટલે મૃત જાહેર કર્યા, પરિવારે જઈને જોયું તો બેડ પર આરામ કરતા હતા

વ્યારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે જ દાખલ થયાના ગણતરીના કલાકમાં દર્દીનું મોત થયાની જાણ થતાં પરિવાર હોસ્પિટલ દોડી જતાં તેમના સંબંધી જીવિત હોવાનું સામે આવ્યું હતું. - Divya Bhaskar
સવારે જ દાખલ થયાના ગણતરીના કલાકમાં દર્દીનું મોત થયાની જાણ થતાં પરિવાર હોસ્પિટલ દોડી જતાં તેમના સંબંધી જીવિત હોવાનું સામે આવ્યું હતું.
  • સારવાર માટે દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ પરિવારને ફોન કરી દર્દીના મોત અંગે જાણ કરાઈ
  • તબીબોએ જીવતિ દર્દીના મોત અંગેના સર્ટીમાં સહિ કરી દીધેલો કાગળ પણ પરિવારને આપી દીધો હતો
  • પરિવારજનોએ પેક મૃતદેહનું મોઢું જોયું તો ગંભીર બેદરકારીનો ભાંડો ફૂટ્યો

વ્યારા કોવિડ હોસ્પિટલમાં જીવીત દર્દીને મૃત જાહેર કરી મોટો છબરડો કર્યો હોવાની ઘટના સામે આવી છે. તાપી જિલ્લા જનરલ હોસ્પિટલમાં શનિવારે સવારે વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં રહેતા ધીરજભાઈ નરોત્તમભાઈ પંચોલી (72) નામના વ્યક્તિની આજે તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલમાંથી વ્યારાની કોવિડ હોસ્પિટલમાં 11 કલાકે દાખલ કર્યા હતા. થોડા જ સમયમાં હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે ધિરજભાઈની તબિયત વધુ લથડી ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

હોસ્પિટલે મૃતકની લાશને કીટ પહેરાવી પેક કરીને આપી હતી. જોકે સ્વજનો દ્વારા ચેહરો જોવા જતાં લાશ બીજા કોઈની હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ સ્વજનોએ તપાસ કરતા જાણવા મળ્યું કે ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે, જેથી પરિજનો અને સંબંધીઓએ હોસ્પિટલની બેદરકારી બદલ આપો ગુમાવી હોસ્પિટલમાં હલ્લો મચાવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલે પોતાની ભૂલ સ્વિકારી કસુરવારોને તુરંત અન્ય જગ્યા પર બદલી દેવાની વાત કરી હતી.

મૃતદેહ બતાવવાનો પણ ઈન્કાર કરાયેલો
વ્યારાના રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીને મૃત ઘોષિત કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સવારે જ સારવાર માટે દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં ડોક્ટરોનો ફોન આવતા પરિવાર જનોએ તેમના અન્ય સંબંધીઓને પણ ધીરજલાલ પંચોલીના મોત અંગેના સમાચાર આપી દીધા હતા. તેમના સબંધીઓ રેફરલ હોસ્પિટલની બહાર એકત્રિત થઈ ગયા હતા. પરિવારના લોકોને શંકા જતા તેમણે મૃતક ધીરજલાલ પંચોલીનો મૃતદેહ જોવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ કોરોના પોઝિટિવ હોવાથી ડોક્ટરોએ તેમનો મૃત દેહને બતાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

ફોટો બતાવતા સમગ્ર મામલો સામે આવ્યો
પરિવારના લોકોએ ડોક્ટર અને તેમનો મૃતદેહ બતાવવાનો આગ્રહ કરતાં આખરે ડોક્ટરે તેમનો ફોટો પરિવારજનોને મોકલ્યો હતો.ત્યાં સુધીમાં ધીરજ લાલ પંચોલીના મૃત જાહેર કરવાનો ડોક્ટરને સહી વાળું સર્ટિફિકેટ પણ પરિવારને આપી દેવામાં આવ્યું હતું. ડોક્ટરોએ મોકલેલા ફોટો જોયા બાદ પરિવારજનોએ ઓળખ કરી કે આ વ્યક્તિ અમારા સ્વજન નથી એટલે કે ધીરજલાલ પંચોલી નથી. પરિવારજનો સમજી ગયા કે ડોક્ટરો દ્વારા કોઈ મોટી ભૂલ થઈ રહી છે. ત્યારબાદ ડોક્ટરોએ તપાસ કરી તો માલૂમ પડ્યું કે ધીરજલાલ પંચોલીને બદલે અન્ય કોઈની દર્દીનું કોરોના સારવાર દરમિયાન મોત થયું છે.

નિઝરના વ્યક્તિનું મોત થયા બાદ જીવિતને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
નિઝરના વ્યક્તિનું મોત થયા બાદ જીવિતને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

નિઝરના દર્દીનું મોત થયું હતુ
ડોક્ટરે તપાસ કરી કે, ધીરજલાલ પંચોલીનું મોત નથી થયું તો જે દર્દીનું મોત થયું છે તે કોણ છે. ત્યારે સાચી હકીકત બહાર આવી હતી. મૃતક વ્યક્તિનું નામ રતન શ્યામ ભાઈ પટેલ હતું.જેઓ નિઝર તાલુકાના રહેવાસી હતા. રતનભાઇ કોરોના સંક્રમિત થતા તેમને રેફરલ હોસ્પિટલમાં આજે સવારે જ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સંબંધીઓને ડોક્ટરોએ મૃત થયા અંગેનું સર્ટી પણ આપી દીધું હતું.
સંબંધીઓને ડોક્ટરોએ મૃત થયા અંગેનું સર્ટી પણ આપી દીધું હતું.

સર્ટી પણ બનાવી દેવાયું હતુ
તાપી જિલ્લાના વ્યારા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ને લઈને કેટલા ગંભીર છે. મૃતક વ્યક્તિનો મૃતદેહ તેના પરિવારજનોને કોરોનાના કારણે બતાવવામાં આવ્યો ન હતો તો દર્દીના પરિવારજનો ડોક્ટરોની વાતનો સ્વીકાર કરીને તેને અંતિમ ક્રિયા કરી નાખ્યું હોત તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે, તે આપણે સૌ સમજી શકીએ છે. વ્યારા રેફરલ હોસ્પિટલના જે ડોક્ટરે ધીરજ પંચોલી જીવિત હતા તેમને મૃત જાહેર કરીને તેમનું સર્ટીફીકેટ બનાવી દીધું હતુ.

લાશ ચેક ન કરી હોત તો સત્ય ખુલ્યું ન હોત
દાદાની તબિયત બગડતા તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા,જ્યાં તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ડોક્ટર જણાવ્યું હતું કે હાલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેમને વોર્ડમાં માટે રાખવામાં આવ્યા છે. દાખલ થયેલા થોડા જ સમયમાં આજે તમારા સ્વજનની તબિયત વધુ બગડી ગઈ છે. તાત્કાલિક હોસ્પિટલ પર આવો એવું જણાવતાં હોસ્પિટલ પર આવ્યા હતા ત્યાં તો દાદાનો મૃત્યુ નિપજયું હોવાનું જણાવ્યુ હતુ. સાથે કેસ પેપર સહીઓ કરવાની છે. એમ કહી તેમને મૃતકની નામની ચિઠ્ઠી આપી હતી અને સ્વજનની લાશ લઈ જવા જણાવ્યું હતું કે અમે લાશનો ચેહરો ચેક કરવા ગયા. ત્યારે સમગ્ર વિગત બહાર આવી હતી તપાસ કરતા ધીરજદાદા સહી સલામત બેઠા હતા અને મરનાર વ્યક્તિ બીજા કોઈ હતા. હોસ્પિટલમાં ગંભીર બેદરકારીએ હમારા પરિવારની મુશ્કેલીઓ વધારી હતી. - આકાશ પંચોલી, પૌત્ર, કાનપુરા

એક જ સમયે બે દર્દી આવતા આ ભૂલ થઇ, જેનું અમને દુ:ખ છે
કોવિડ હોસ્પિટલના સવારે એક જ સમયે બે પેશન્ટ આવ્યા હતા. કામના ભારણના કારણે સ્ટાફ દ્વારા ગંભીર બેદરકારી કરી દેવાતા આ પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ પ્રકરણને લઇને તાત્કાલિક તમામ સ્ટાફને ત્યાંથી હટાવી દેવાયા છે અને નવા સિનિયર લોકોને કોવિડ વોર્ડમાં મૂકી દેવાયા છે. સમગ્ર પ્રકરણની જવાબદારી સ્વીકારી ભૂલ સ્વીકારી દુઃખ વ્યક્ત કરુ છુ. - ડો.નૈતિક ચૌધરી, ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેન્ડન્ટ, વ્યારા સિવિલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો