તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:શહેરની નર્સો માટે સ્વાસ્થ્ય અને પરિવાર કરતા પણ જરૂરી છે દર્દીઓની સારસંભાળ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાજિદા ચાંદ , નર્સ, સિવિલ હોસ્પિટલ - Divya Bhaskar
સાજિદા ચાંદ , નર્સ, સિવિલ હોસ્પિટલ
 • ડોકટરો સાથે દર્દીઓની સેવા કરતી નર્સોને સિટી ભાસ્કર કહી રહ્યું છે થેન્ક્યુ સિસ્ટર..!

કોરોનામાં  ડોક્ટરોની સાથે ડગલે પગલે ચાલીને દર્દીની સેવા કરી રહેલી નર્સને ભગવાને પોતે શક્તિ આપી હોય એવી રીતે કામ કરી રહી છે. સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોઈ નર્સ રોઝા રાખીને પાણી વગર 10 કલાક ફરજ નિભાવી રહ્યા છે, તો કોઈ નર્સ સાત માસનો ગર્ભ હોવા છતાં પણ ડ્યૂટી નિભાવી રહ્યાં છે. વાંચો વિશ્વ નર્સ દિવસ પર કોરોના મહામારીમાં પોતાની ફરજ નહિ ચુકનારી નર્સની કહાની સિટી ભાસ્કરનાં ખાસ અહેવાલમાં.
રોઝા હોઈ પાણી વગર 10 કલાક ફરજ નિભાવે છે
સિવિલ હોસ્પિટલમાં 21 વર્ષથી નર્સ તરીકે સેવા આપી રહી છું. પરિવારથી દુર રહીને 40 દિવસથી કોરોના વોર્ડમાં પોતાની નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવી રહી છું. રોઝા ચાલી રહ્યા છે જેથી પરિવારનો રોજ ફોન આવે છે ક્યારે આવશો. રોજા રાખીને પણ રોજ 10 કલાક પોતાની ફરજ નિભાવી રહી છું. સાંજ થતા પાણી ન પીવાના કારણે ગળુ સુકાઈ જાય છે. કોરોના પોઝિટિવ ડિલિવરી વોર્ડ ફરજ નિભાવી રહી છું. જેમાં માતાની તમામ પ્રકારની કાળજી લઉં છું. નોકરી પુર્ણ કરી રસોઇ બનાવી રોજા છોડું છું. આખો દિવસ પાણી વગર કાઢવાથી રસોઇ બનાવવાની હિંમત પણ રહેતી નથી. નર્સિંગ સ્ટાફની જરૂરીયાત વધી છે જેથી રોઝા હોવા છતાં પણ રજા નહિ લઇ પોતાની નોકરી કરી રહી છું. 
7 માસનાગર્ભ સાથે સતત 8 કલાક ફરજ બજાવે છે
ચાર વર્ષથી નર્સ તરીકે સિવિલમાં પોતાની ફરજ નિભાવી રહી છું. સાત માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોના મહામારીમાં નિષ્ઠાથી આઠ કલાક પોતાની ફરજ નિભાવી રહી છું. છેલ્લા 52 દિવસથી પોતાના પરિવારને મળ્યા નથી. ઘરેથી દુર રહીને આવી સ્થિતિમાં ફરજ નિભાવવાનું થોડું અઘરૂ લાગે છે લોકોને ખરા સમયે મારી જરૂર છે જેથી ડર્યા વગર પોતાનું કામ કરી લોકોની સેવા કરી રહી છું. પતિ-પત્ની બંને ઘરની બહાર રહીને કામ કરી રહ્યા છે જેથી પરિવારને ચિંતા રહે છે. જેથી ડ્યૂટી પુર્ણ કરીને રૂમ પર આવીને પરિવાર સાથે ફોન પર વાત કરું છું. બહેન સાથે રહીને સારસંભાળ કરી રહી છે. જેથી પરિવાર સાથે હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો