સુરત શહેર જિલ્લામાં 10 દિવસ બાદ કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. અડાજણમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધને શરદી ખાંસી અંગે તપાસ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમણે વેક્સિનના બન્ને ડોઝ અને પ્રિકોસન ડોઝ પણ લીધો છે અને કોઈ તકલીફ ન હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2 નોંધાઈ છે.
બે લાખથી વધુ કોરોનાથી સ્વસ્થ થયા
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205018 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 2 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202777 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42263 લોકોનો સમાવેશ થાય છે.
પોઝિટિવિટી રેટ ઘટ્યો
હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.01 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.01 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.