સમસ્યા:વાયર તૂટતાં ટ્રેનસેવા ઠપ, યાત્રીઓ 5 કલાક બફાયા, પાણી-ભોજન અપાયું

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવારે નબીપુર પાસે તૂટેલા વાયર બપોરે રિપેર કરાયા
  • અમદાવાદ​​​​​​​ અને દિલ્હી ​​​​​​​લાઈનની 20થી વધુ ટ્રેનોને અસર

મંગળવારે સવારે એકાએક મુંબઈ -અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો. સવારે 8.10 વાગ્યે વડોદરા ડિવિઝનના નબીપુર પાસે અડધા કિલોમીટરમાં ઓવરહેડ વાયર તૂટી પડતાં ટ્રેનો થંભી ગઈ હતી. 12 ટ્રેનો સવારે 5 કલાક મોડી આવી હતી. જ્યારે મુંબઈ અને સુરતથી વડોદરા જતી 8 મેલ એક્સપ્રેસ ટ્રેનો 2 કલાક અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. કેટલીક મેમુ રદ કરવી પડી હતી. ઓવર હેડ વાયર કેવી રીતે તૂટી ગયો તે મામલે રેલવે તંત્રએ તપાસ શરૂ કરી છે.

એસી ડબલ ડેકરના પાયલટે માહિતી આપી
નબીપુર સેક્શન પર અપ લાઇન પર અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એસી એક્સપ્રેસના લોકો પાયલટને લાગ્યું કે એન્જિન પેન્ટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે અથડાઈ રહ્યું છે અને અવાજ આવી રહ્યો છે. લોકો પાયલોટે તરત જ કંટ્રોલને જાણ કરી, જેના થોડા સમય બાદ અપ લાઇન પર અડધા કિલોમીટરના સેક્શનનો ઓવરહેડ વાયર તૂટી ગયો. આ ઘટનાને કારણે સાવચેતીના ભાગરૂપે ડાઉન લાઇન બે કલાક બંધ રાખવી પડી હતી. જેના કારણે તમામ ટ્રેનોને રોકવી પડી હતી.

યાત્રીને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરી હતી
સવારે 8.10 વાગ્યે ઓવરહેડ વાયર તૂટી ગયો હતો. ટ્રેનો બંધ થઈ જતાં મુસાફરોને અગવડ ન પડે તે માટે ટ્રેનમાં તેમને પીવાનું પાણી મોકલવામાં આવ્યું હતું. ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 12.45 વાગ્યે સમસ્યાનું નિરાકરણ થયું હતું. આ દરમિયાન બે ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. -પ્રદીપ શર્મા, પીઆરઓ, વડોદરા ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...