તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસ લઇને પોતાના જીવની ચિંતા કર્યા વગર સતત સેવા આપી રહેલા લોકોને સમાજ દ્વારા અભિવાદન સાથે સન્માન આપવામાં આવે છે. ત્યારે આ સન્માન પેરા મેડિકલ સ્ટાફ પોલીસ કર્મચારી સફાઈ કર્મચારી આપવમાં આવતું હતું. આજે લોકડાઉન લાંબા સમય સુરત રહેતા લોકો પોતાના વતન અમરેલી પહોંચી રહ્યાં છે.ત્યારે ST ડ્રાઈવર પોતાના જીવની પરવાહ કર્યા વગર તમામ લોકોને તેમના વતન મુકવા આવ્યાં હતાં. જેથી બસના મુસાફરો દ્વારા ડાઈવર હાથ જોડી અભિવાદન સાથે તાળી વગાડી ડ્રાઈવરનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડ્રાઈવરની પ્રતિબધ્ધતા બિરદાવાઈ
લોકડાઉન વચ્ચે લાંબા સમયથી વતન જવા માંગતા સુરતના લોકોની માગણી સ્વિકારતા ST તંત્રમાં કામ કરતા ડ્રાઈવર પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર તાત્કાલિક ફરજ પર આવીને સુરતથી સૌરાષ્ટ્રમાં રહેતા લોકો લઇને વતન જવા નીકળી પડ્યા છે. સુરતથી મુસાફરો લઇને અમરેલી જવા નીકળેલી બસ આજે સવારે અમરેલી પહોંચી જતાં બસના મુસાફરો દ્વારા બસના ડ્રાઈવરે કોરોના સામેની લડાઈમાં યોધ્ધા હોવાનું સાબિત કરતાં લોકોએ બે હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું.સાથે જ તાળીઓ પાડીને બિરદાવવાની સાથે સાથે મુશ્કેલીના સમયમાં મદદ કરવા બદલ ડ્રાઈવરનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.