તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સુરતથી ફ્લાઇટમાં ગોવા જનારા મુસાફરો 50 ટકા જ્યારે મુંબઇ જનારાઓની સંખ્યામાં 62 ટકાનો ઘટાડો નોંધાયો

સુરત3 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
  • સુરત એરપોર્ટ ખોટ કરવામાં રાજ્યમાં બીજા નંબરે, 11 પ્રકારની આવક ઘટી

કોરોનાકાળમાં સુરત એરપોર્ટ પરથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો જ થઇ રહ્યો છે. બીજી લહેર પહેલા સુરતથી ફ્લાઇટમાં ગોવા જનારાઓની સંખ્યા 10 હજાર હતી જે 50 ટકા ઘટી 5 હજાર થઇ ગઇ છે. જ્યારે મુંબઇ જનારાઓની સંખ્યા 4 હજારથી 62.5 ટકા ઘટી 1500 થઇ છે.

રાજ્યમાં સુરત એરપોર્ટ ખોટ કરવામાં પણ બીજા નંબરે આવી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ખોટ 51 લાખથી સીધી જ 27 કરોડ પર પહોંચી ગઈ છે. આ વર્ષે ખોટ 45 કરોડને પાર જવાની સંભાવના છે. એરપોર્ટ સિક્યુરિટીની કરોડોની આવક ઘટી છે. જેની સામે બાંધકામનો ખર્ચ વધી ગયો છે. રૂટ નેવિગેશન ફેકલ્ટી ચાર્જ, પાર્કિંગ, કેન્ટિન ભાડા સહિતની 11 પ્રકારની આવક ઘટી છે.

મે મહિનામાં 32 હજાર પેસેન્જરો ઘટી ગયા
એપ્રિલ કરતા મેમાં 32 હજાર પેસેન્જરો ઘટી ગયા છે. મેમાં 16,170 પેસેન્જરોની અવર જવર નોંધાય હતી. માર્ચ અને એપ્રિલમાં અનુક્રમે 96,086 અને 43,089 ની અવર જવર નોંધાય હતી. હાલમાં મહિને 25 હજાર પેસેન્જરો દિલ્હી, 5 હજાર પેસેન્જરો ગોવા, બેંગ્લોર અને કોલકાતા તથા બે હજાર જેટલા પેસેન્જરો ચેન્નાઇ, મુંબઇ અને જીયપુર જઈ રહ્યા છે.

કોરોનામાં પેસેન્જરો ઘટી જતા જંગી ખોટ
પેસેન્જરો પણ એરપોર્ટ પર મળતી પાર્કિંગ સહિતની જુદા-જુદા પ્રકારની સેવાનો લાભ લઇ રહ્યા નથી અને ફ્લાઇટો ઓછી થતા નાઇટ પાર્કિંગ સહિતની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેથી એરપોર્ટની આવક ઘટી છે અને ખોટ થઈ રહી છે. > અમન સૈની, ડિરેક્ટર, સુરત એરપોર્ટ

કયા મહિનામાં કેટલી અવર જવર

મહિનોપેસેન્જરો
જૂન-209,343
જુલાઈ8,858
ઓગસ્ટ18,792
સપ્ટેમ્બર44,841
ઓક્ટોબર57,642
નવેમ્બર67,952
ડિસેમ્બર74,415
જાન્યુ.-2187,227
ફેબ્રુઆરી96,949
માર્ચ96,086
એપ્રિલ48,089
મે16,170

​​​​​​​

એરપોર્ટ17-1818-1919-20
અમદાવાદ17752.4645.71
રાજકોટ-21-30.48-24.63
સુરત-1-22.84-27.48
વડોદરા-34-54.22-42.66

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...