• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Passengers Forced To Risk Their Lives By Climbing In Through Windows, Overcrowding In Reserve Coaches Leaves Many Stranded Despite Bookings

ટ્રેનની કેપેસિટી 1500 - યાત્રી 5000:મજબૂર યાત્રી જીવના જોખમે બારીમાંથી ઘૂસ્યા, રિઝર્વ કોચમાં ભીડ વધતાં બુકિંગ હોવા છતાં ઘણા રહી ગયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતથી રાત્રે 11 કલાકે પૂરી માટે ઉપડતી ટ્રેનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. યાત્રીઓ જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર બન્યા હતા. - Divya Bhaskar
સુરતથી રાત્રે 11 કલાકે પૂરી માટે ઉપડતી ટ્રેનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. યાત્રીઓ જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર બન્યા હતા.
  • હોળી પર વતન જવા ધસારો, પુરી સહિતની ટ્રેનોમાં ભારે અફરાતફરીનો માહોલ, તંત્ર ફરીવાર વામણું પુરવાર
  • રેલ મંત્રીના શહેરમાં ટ્રેનોની આ હાલત, હાલમાં રોજના 30 હજાર યાત્રી: ઓછી ટ્રેનો, લાંબુ વેઇટિંગ, બ્લોક જવાબદાર
  • ટ્રેનની કેપેસિટી 1500ની અને બહાર 5000 યાત્રી

હોળી પર્વ વધુ એકવાર ટ્રેનની સંખ્યા વધારવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. યુપી-બિહાર, રાજસ્થાન, બંગાળ તેમજ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ જવા હાલમાં સુરત સ્ટેશન પર ભારે ભીડ થઈ રહી છે. નીચે ટિકિટ માટે લાંબી કતારો લાગે છે તો પ્લેટફોર્મ પર અફરાતફરી સર્જાઈ રહી છે. રિઝર્વેશનમાં વેઈટિંગ લિસ્ટ લાંબુ હોવાથી ઓખા-પૂરી સહિતની ટ્રેનોમાં યાત્રીઓ રિઝર્વ ડબ્બામાં ઘૂસવા મજબૂર બની રહ્યા હતા. જનરલ ડબ્બામાં એ હાલત છે કે, યાત્રીઓ ધક્કામૂક્કી કરવા ઉપરાંત ડબ્બામાં પહેલા સામાન ફેંકીને પછી ટ્રેનમાં ઘૂસવા માટે મથામણ કરી રહ્યા હતા.

ઘણા બારીમાંથી પણ ઘૂસ્યા હતા. હાલમાં યુપી, ઓરિસ્સા, રાજસ્થાન, દિલ્હી, બંગાળ તરફ રોજ 30 હજારથી વધુ મુસાફરો જઇ રહ્યા છે જેનાથી વેઇટિંગ લાંબુ થઈ રહ્યું છે. જેમને વેઇટિંગ નથી મળ્યું તેઓ જનરલ ટિકિટમાં સ્લીપર કોચમાં દંડ ભરીને જઈ જતાં ઘણા કન્ફર્મ ટિકિટવાળા યાત્રી રહી જાય છે. સિઝનમાં આવા 60 ટકા મુસાફરો રહે છે. ટ્રેનોમાં રોજ 2-3 ચેઇન પુલિંગ થયા છે. રેલવેએ ટ્રેનોમાં એકસ્ટ્રા કોચ ન જોડતા ભીડ વધુ રહે છે.

સૌરાષ્ટ્ર-પુરી, તાપ્તીગંગા, પશ્ચિમ એક્સપ્રેસમાં સૌથી વધુ યાત્રીઓ
સવારે 10 વાગ્યે તાપ્તીગંગા એક્સપ્રેસમાં જવા પણ લોકોએ ભારે દોડાદોડી કરી હતી. આ ટ્રેન સુરતથી 10 વાગ્યે ઉપડીને ઉધના અને ત્યાંથી આગળ જાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-પુરી અને પશ્ચિમ એક્સપ્રેસમાં પણ ભારે ધસારો રહે છે.

બુકિંગ વિન્ડો પર લાંબી કતારો
સ્ટેશન પર હાલમાં દર રોજ 24x7 યાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નીચે બુકિંગ કાઉન્ટરો પર યાત્રીઓની લાંબી લાંબી કતારો જોવા મળે છે તો પ્લેટફોર્મ પર ટ્રેન આવવાના સમયે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. રેલવેના સૂત્રોએ નામ ન આપવાની શરતે કહ્યું કે, સુરતના વિકાસ સાથે વસતી વધી પણ સ્ટેશનનો વિકાસ થયો નહીં. શરૂઆતથી જ 4 પ્લેટફોર્મ છે જેના પર 250થી વધુ ટ્રેન આવ-જા કરે છે. વસતી સાથે મુસાફરો પણ વધ્યા છે ત્યારે આ સમસ્યા તહેવારના 5 દિવસ પહેલાથી શરૂ થઇ જાય છે.

વેઇટિંગ લિસ્ટની હાલની સ્થિતિ

ટ્રેન

વેઇટિંગ

ઉધના દાનાપુર100
મહામના78
સુરત-ભાગલપુરરિગ્રેટ
મુંબઇ-જયપુર120
ગોલ્ડન ટેમ્પલ120
બાંદ્રા-શ્રીગંગાનગર74
અમદાવાદ-પુરી153
ગાંધીધામ-પુરી222
ઓખાપુરી120
સુરત-પુરી182
અમદાવાદ-બરોનીરિગ્રેટ
સુરત-છપરારિગ્રેટ
ઉધના-બનારસ466
વેરાવળ સૌરાષ્ટ્ર55
પોરબંદર એક્સ.21
બાંદ્રા-ભુજ70

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...