તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત એરપોર્ટ પર ધસારો:કોરોના હળવો થતાં એરપોર્ટ પર 3 મહિનામાં મુસાફરો 15 હજારથી વધીને 78 હજાર થઈ ગયા, 5 ગણો વધારો થયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ ઘટી જતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો

કોરોના હળવો થતા જ હવાઇ મુસાફરોની સંખ્યામાં પાંચ ગણી વધી ગઈ છે. છેલ્લા 3 મહિનામાં જ સુરત એરપોર્ટથી અવર જવર કરતા હવાઇ મુસાફરોની સંખ્યા 15 હજારથી 78 હજાર પર પહોંચી છે. ડિરેકટર અમન સૈનીએ જણાવ્યું હતું કે વર્ષ-2021ના એપ્રિલ મહિનામાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસોની ખૂબ જ વધતા એરપોર્ટ પર આરટીપીસીઆર ફરજિયાત કરવામાં આવ્યું હતું.

આમ, આવી સ્થિતિને પગલે ખૂબ જ અગત્યના કામકાજથી જ મુસાફરો હવાઇ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા હતાજેથી સંખ્યા ઘટી ગઈ હતી. માર્ચ મહિનામાં સુરત એરપોર્ટથી 96,086 હવાઇ મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી ગઈ હતી.

જેને કારણે હવાઇ મુસાફરોની અવર જવર અનુક્રમે 48,089 અને 15,381 થઈ હતી. જો કે, જૂન મહિના બાદ કેસ ઘટતાં મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. જૂનમાં 28,581, જૂલાઇમાં 56,630 અને ઓગસ્ટમાં 54,630 મુસાફરો નોંધાયા હતા.