હવાઇ મુસાફરોની સંખ્યામાં વધારો:સુરત એરપોર્ટ પર યાત્રીઓની અવરજવર 80 હજારે પહોંચી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 મહિના પહેલાં માત્ર 15 હજાર જ હતી

કોરોના રોગચાળો હળવો થતા જ હવાઇ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 5 મહિનામાં જ સુરત એરપોર્ટથી અવર જવર કરતા હવાઇ મુસાફરોની સંખ્યા 15 હજારથી 80 હજાર પર પહોંચી ગઈ છે. ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં સુરત એરપોર્ટ પર 818 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. તે સાથે એરપોર્ટથી 79,815 પેસેન્જરોની અવર જવર નોંધાઇ છે.

મે મહિના બાદ કોવિડ-19 કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતા પેસેન્જરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. મેમાં 15 ,381, જૂન મહિનામાં 28,581, જુલાઇ મહિનામાં 56,630, ઓગસ્ટ મહિનામાં 54,630 અને સપ્ટેમ્બર મહિનામાં 79,815 પેસેન્જરોની અવરજવર નોંધાઇ હતી.

કયા માસમાં કેટલા યાત્રીઓ

મહિનોપેસેન્જર
મે-20201,616
જૂન-20209,343
જુલાઈ-20208,858
ઓગસ્ટ-202018,792
સપ્ટેમ્બર-202044,841
ઓક્ટોબર-202057,642
નવેમ્બર-202067,952
ડિસેમ્બર-202074,415
જાન્યુઆરી-202187,227
ફેબ્રુઆરી-202196,949
માર્ચ-202196,086
એપ્રિલ-202148,089
મે-202115,381
જૂન-202128,581
જુલાઇ-202154,630
ઓગસ્ટ-202177,790
સપ્ટેમ્બર-202179,815
અન્ય સમાચારો પણ છે...