ગુનો નોંધાયો:​​​​​​​સુરતમાં પાસ દ્વારા વગર પરવાનગીએ તિરંગા રેલીનું આયોજન કરાયું, પોલીસે ફરજમાં રૂકાવટનો અલ્પેશ કથિરીયા સહિતના સામે કેસ દાખલ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલીની શરૂઆત થતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. ( અટકાયતની ફાઈલ તસવીર) - Divya Bhaskar
રેલીની શરૂઆત થતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. ( અટકાયતની ફાઈલ તસવીર)
  • પોલીસે 50 કાર્યકરો સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આંદોલન વખતે થયેલા પોલીસ કેસ પરત ખેંચવા, ખેડૂત બિલ અને વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ ફાળવવાની માંગણી સાથે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તિંરગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાકે રેલીને પરમીશન મળી ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા અલ્પેશ કથિરીયા સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. અને તમામને પોલીસ દ્વારા હેડક્વાટર લઇ જવામાં આવ્યાં હતાં. બાદમાં ફરજમાં રૂકાવટ બદલ પાસના કાર્યકરો અને અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રેલીને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રેલીને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસે તમામની અટકાયત કરી હતી
કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગઈકાલે પ્રજાકસત્તા દિન નિમિત્તે પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ કેસો પરત ખેચવા, ખેડૂત બિલો તથા વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ ફાળવવાની માંગણી સાથે રેલી માટે પરવાનગી માંગી હતી. જાકે રેલી માટે પોલીસ પરવાનગી મંજૂર કરવામાં આવી ન હતી છતાંયે પાસના પ્રમુખ અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો રેલી કાઢવા માટે કાપોદ્રા એ.કે.રોડ સૌરાષ્ટ્ર સોસાયટીની વાડી સામે સર્કલ પાસે વાહનો સાથે ભેગા થયા હતા. જાકે રેલી પરવાનગી મળી ન હોવાથી પહેલાથી જ બંદોબસ્ત માટે તૈનાત પોલીસ દ્વારા તેમને વિખેરાય જવા માટે સુચના આપી હતી છતાંયે વિખેરાયેલા નહી અને કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.

કાચ તોડીને પ્રોપર્ટીને નૂકસાન કરેલું
કાપોદ્રાની ઈન્વે મોબાઈલ ઉપર લગાવેલ રિવોલવીંગ લાઈટ અને આગળના ભાગનો કાચ તોડી નાંખી સરકારી પ્રોપટીને નૂકસાન કર્યું હતું. પોલીસે અલ્પેશ કથિરીયા, ધામિર્ક માલવીયા સહિત રેલીમાં હાજર રહેલા તમામની અટકાયત કરી હતી. આ અંગે એ.એેસ.આઈ રમેશભાઈ હરીભાઈએ અલ્પેશ કથીરીયા, મહિલા કાર્યકરો સહિત 50 સામે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.