તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aam Adami Party Protest Against Fine Name Of Mask In Surat, Say To People If You Want To Avoid The Fine, You Must Wear The Mask

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો વિરોધ:સુરતમાં માસ્કના નામે વસૂલાતા દંડનો 'આપ' દ્વારા વિરોધ, લોકોને કહ્યું- પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો

સુરત2 મહિનો પહેલા
સોશિયલ ડિસ્ટન્સ સાથે આપ દ્વારા વિરોધ અને જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો.
  • રાજકીય નેતાઓને માસ્કનો દંડ નહીં આમ પ્રજા પાસે પોલીસ દ્વારા દંડ લેવામાં આવી રહ્યો છેના બેનર સાથે વિરોધ

સુરત મહાનગર પાલિકાના માસ્કના નામે દંડ વસૂલાતના વિરોધમાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. વોર્ડ નંબર 6-7-8 ના આપના કાર્યકરોએ આજે ડભોલી જહાંગીર પુરા બ્રિજ પાસે પોલીસની હાજરીમાં અનોખો વિરોધ કરી તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હાથમાં બેનરો લઈને કરાઈ રહેલા વિરોધ પ્રદર્શન પાછળ લોકોને જાગૃત કરવાનો હેતુ હોવાનું જાણવા મળ્યું છે. આપના કાર્યકર્તાઓએ લોકોને કહ્યું હતું કે, પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો.

બેનરો સાથે વિરોધ કરાયો
રાજકીય નેતાઓને માસ્કનો દંડ નહીં આમ પ્રજા પાસે પોલીસ દ્વારા દંડ લેવામાં આવી રહ્યો છેના બેનર સાથેનો વિરોધ જોવા લોકોની ભીડ ભેગી થતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના અનોખો વિરોધ દ્વારા જાગૃતિના મેસેજમાં લોકોને કહી રહ્યા છે કે, પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો.

પોલીસની હાજરીમાં આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
પોલીસની હાજરીમાં આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

લોકોને પાલિકાના દંડથી બચાવવાનો પ્રયાસ
જુલિયન વાઘાણી (આપ કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. ધંધા-રોજગાર ભાગી પડ્યા છે. લોકોની હાલત કફોડી બની રહી છે. આવા સંજોગોમાં પાલિકા માસ્ક વગર પકડાતા લોકો પાસે 500-1000નો દંડ ઉઘરાવે એ કેટલું વ્યાજબી છે. પાલિકા સમાજના આર્થિક રીતે નબળા વ્યક્તિઓ સાથે રમવાનું બંધ કરે એવી જ વિનંતી છે. માસ્કથી કોઈ પણ વ્યક્તિ દંડાઈ નહીં એ માટે આજે અમે વિના મૂલ્ય રાહદારીઓ અને વાહન ચાલકોને માસ્ક આપી પાલિકાના દંડથી બચાવવાનો પ્રયાસ કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આપ દ્વારા લોકોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આપ દ્વારા લોકોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો