તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં રવિવારે કોરોનાની સ્થિતિ શું છે, પાલિકા શું કામગીરી કરી રહી છે તે વિશે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવી છે. વાંચો તેમના જ શબ્દોમાં..
કેમિસ્ટ, ડ્રગીસ્ટોએ અને હોમિયોપેથીક-આયુર્વેદિક દવાની દુકાનમાં આયુષ મંત્રાલયની મેડિસીન રાખવી પડશે
શહેરમાં હોમિયોપેથી અને આયુર્વેદનું ઈમ્યુનિટી એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે અને દવાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે શહેરમાં જેટલા પણ કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિયેશનો છે અને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની દુકાનો છે તેમણે આયુષ મંત્રાલયની સજેસ્ટેડ મેડિસીન રાખવાની રહેશે અને એમઆરપી પ્રમાણે જ આપવાની રહેશે. આ અંગે એસોસિયેશન સાથે ની એક બેઠક પણ આવતી કાલે રાખવામાં આવી છે.
ઈકોનોમિક હબ સુરતમાં ટેક્ષટાઈલ, ડાયમંડ, બીગ શોપિંગ, ઇકોનોમિક એક્ટિવીટી થતી હોય ત્યાં ફૂટ ઓપરેટેડ હેન્ડ વોશિંગ મશીન મુકો
ડોર ટુ ડોરના સાતમાં રાઉન્ડની શરૂઆત કરાઈ છે સ્લમ વિસ્તારમાં હાથ ધોવા માટેની એક ટેવ પાડવા માટે 277 ટેમ્પરરી વોશ બેસિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 255 મેકેનિકલ ટાઈપ ફૂટ ઓપરેટર વોશ બેસિન છે. તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટંન્સીગ એ એક જીવનશૈલી થઈ ગઈ છે ત્યારે વારંવાર હાથ ધોવા એ પણ જીવનશૈલી છે. આગામી દિવસોમાં જ્યારે પણ લોક ડાઉન ખુલે ત્યારે હાથ ધોવા માટે દરેક જગ્યાઓ પર ફૂટ બેઝ વોશિંગ મશીન હોવું જોઇએ. સુરત એક ઈકોનોમિક હબ તેમાં, ટેક્ષટાઈલ છે ડાયમંડ છે અલગ અલગ મોટા શોપિંગ અને અલગ પ્રકારની ઈકોનોમિક એક્ટિવીટીઝ થાય છે જેટલા પણ ઈકોનોમિક એક્ટિવીટીઝ થતી હોય તે તમામ જગ્યાઓ પર અત્યારથી તમામ ઓવર્સ, એસોસિએશન, તમામ અગ્રણીઓને વિનંતી છે કે, ફૂટ ઓપરેટ હેન્ડ વોશિંગ મશીન આપની તમામ જગ્યાઓ પર આયોજન કરવામાં આવે તેથી ભવિષ્યની પૂર્વ તૈયારીના ભાગરુપે એ અચૂક કરવું જોઈએ. સાથે સ્કૂલ, કોલેજોમાં પણ અત્યારથી આયોજન કરાવું જોઈએ.
સોશિયલ ડિસ્ટંન્સીગનો દંડ આગામી દિવસોમાં વધારવામાં આવશે
સોશિયલ ડિસ્ટંન્સીંગનું પાલન નહી કરનારા 17 લોકો પાસેથી 17,400, માસ્ક નહી પહેરનારા 27 લોકો પાસેથી 27,500 અને સેનિટાઈઝરનો ઉપયોગ નહી કરનારા 7 પાસેથી 1100 નો દંડ વસુલવામાં આવ્યો છે. અને અલગ અલગ દૂકાનો પાસેથી 52,300 નો દંડ વસુલાયો છે. આગામી દિવસોમાં દંડની જોગવાઈમાં વધારો કરવામાં આવશે એટલે અત્યારથી લોકોમાં ટેવ પાડવાની ખુબજ જરૂરિયાત છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.