તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલ્ટીલેવલ પાર્કિંગ:મગોબમાં શાકમાર્કેટ સાથેનું પાર્કિંગ 506 બાઈક અને 344 કાર પાર્ક થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણા અને ફુલપાડામાં બે આંગણવાડીનું લોકાર્પણ
  • 3 કલાક સુધી બાઈકના 10 અને કારના 30 રૂપિયા વસૂલાશે

ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત વરાછા ઝોનમાં વેજીટેબેલ માર્કેટ સહિત પાર્કિંગની સુવિદ્યા ધરાવતું મલ્ટીલેવલ પાર્કિંગ અને બે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ટી.પી સ્કીમ નં 53 મગોબ-ડુંભાલ ફાઇનલ પ્લોટ નં 88 અમેઝીયા વોટરપાર્ક પાસે 7.19 કરોડના ખર્ચે સાકાર થયેલા વેજીટેબલ માર્કેટ સહિતના મલ્ટીલેવલ પાર્કિગમાં 506 ટુ-વ્હીલર અને 344 ફોર વ્હીલર પાર્ક થઇ શકશે. 0થી 3 કલાકના ટુ-વ્હીલર પાર્કિંગના રૂા.10, થ્રી-વ્હીલરના રૂા.25, કારના રૂા.30 પાર્કિંગનો દર રહેશે. જ્યારે ત્રણ કલાકથી વધુ સમય માટે ટુ-વ્હીલરમાં રૂા.15, થ્રી વ્હીલરમાં 30 અને કારના રૂા.40 પાર્કિંગ ચાર્જ રહેશે. અહીં વેજીટેબલ માર્કેટ હોવાથી પાર્કિંગનું આયોજન કરાયું હતું.

જ્યારે પુણામાં દીપમાલા સોસાયટી ખાતે 11.98 લાખના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ વત્તા 1 માળની આંગણવાડી અને ફુલપાડામાં ધરતીનગર ખાતે 12.20 લાખના ખર્ચે એક માળની બનાવેલી આંગણવાડીનું લોકાર્પણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...