તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પરિવર્તન ટ્રસ્ટનું મોંઘવારીના વિરોધમાં કલેકટરને આવેદન

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટસ્ટે કહ્યું, ઘરેણા ગીરવે મુકવાની નોબત છે

પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવો તથા કુદકેને ભુસ્કે વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી થઇ છે. ત્યારે મોંઘવારી ડામવા અને શિક્ષણ ફીમાં ઘટાડો કરવા માટે કાંઠા વિસ્તાર યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.

પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અસહ્ય ભાવ વધારાની સીધી અસર શાકભાજી, અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુ પર થઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઇ ગઇ છે.

કોરાના કાળના કારણે ઘણાની નોકરી છુટી ગઇ છે તો ઘણાના પગારમાં 50 ટકા જેટલો કાપ મુકવામાં આવ્યો છે. લોકોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે સોનાના ઘરેણા ગીરવે મુકીને વ્યાજે નાણા લેવાનો વારો આવ્યો છે. લોકોના ઘરનું અર્થતંત્ર ખોરવાયું છે ઉપરથી હોસ્પિટલના ખર્ચે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ત્યારે ભાવ વધારો, મોંઘવારી નિયંત્રણમાં લેવા તથા શિક્ષણ ફીમાં તાકીદે ઘટાડો કરવા માટેની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...