તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોની વહારે:SGVP ગુરુકુલ પરિવાર દ્વારા સુરતમાં પતજંલિ વિદ્યાલયમાં કોવિડ આઈસોલેશન સેન્ટરનો પ્રારંભ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગામી સમયમાં જરૂર પડશે તો 300 જેટલા દર્દીઓ સારવાર કરાવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. - Divya Bhaskar
આગામી સમયમાં જરૂર પડશે તો 300 જેટલા દર્દીઓ સારવાર કરાવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે.
  • પતંજલિ વિદ્યાલયમાં હાલ 100 દર્દીઓની સારવાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી

કોરોના મહારામારી સમગ્ર દેશ અને દુનિયાને દઝાડી રહી છે. ચારેબાજુ હાહાકાર મચ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે. ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આઈસોલેશનનો પ્રારંભ કરાયો છે.

હરિયાળું કુદરતી વાતાવરણ દર્દીઓ માટે ભારે સ્ફૂર્તિદાયક
સેવાકાર્યમાં કામરેજ તાલુકા આરોગ્ય વિભાગ, પતંજલિ વિદ્યાલય, દેવભૂમિ ચેરિટેબેલ ટ્રસ્ટ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રષ્ટ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે. સુરતના કામરેજ તાલુકાના વલણ ગામે આવેલ પતંજલિ વિદ્યાલયમાં હાલ 100 દર્દીઓની સારવાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં જરૂર પડશે તો 300 જેટલા દર્દીઓ સારવાર કરાવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. પતંજલિ વિદ્યાલયનું હરિયાળું કુદરતી વાતાવરણ દર્દીઓ માટે ભારે સ્ફૂર્તિદાયક છે. અહીં સારવાર લઈ રહેલા દર્દીઓની તથા તેમના સંબંધીઓ માટે પણ રહેવા-જમવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે.

અગ્રણીઓ ઉદ્‌ઘાટનમાં હાજર રહ્યા
આ આઈશોલેશન સેન્ટરના ઉદ્‌ઘાટનમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજીતભાઈ આહીર, ઉપપ્રમુખ ભૂમિકાબેન મૌલિક ભાઈ પટેલ, તદુપરાંત દેવભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મૌલિકભાઈ પટેલ, કામરેજ તાલુકા આરોગ્ય અધિકારી શાંતાદેવી, એસ.એમ.સી.ના પૂર્વ કોર્પોરેટર સોનલબેન દેસાઈ, કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના દિનેશભાઈ દેસાઈ, કામરેજ તાલુકા સંગઠન મહામંત્રી કૌશલભાઈ પટેલ, SGVP ગુરુકુલ પરિવારના સભ્ય મનીષભાઈ ગોધાણી તથા પ્રકાશભાઈ લહેરી ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો