સેવા કાર્ય:SGVP ગુરુકુળ પરિવાર દ્વારા સુરતની પતંજલિ વિદ્યાલયમાં આઈસોલેશનના દર્દીઓ માટે વિનામુલ્યે દવા તથા ભોજનની વ્યવસ્થા કરાઈ

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં સ્કૂલમાં આઈસોલેશન સે� - Divya Bhaskar
સુરતમાં સ્કૂલમાં આઈસોલેશન સે�
  • SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી આઈસોલેશન કેન્દ્રનો પ્રારંભ.
  • આ સેવાકાર્યમાં કામરેજ તાલુકા આરોગ્ય વિભાગ, પતંજલિ વિદ્યાલય, દેવભૂમિ ચેરિટેબેલ ટ્રસ્ટ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ પણ સહયોગ.

કોરોના મહારામારીના પ્રકોપમાં સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં દર્દીઓ તથા તેમના પરિવારજનોને મદદની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયે SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આઈસોલેશન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આ સેવાકાર્યમાં કામરેજ તાલુકા આરોગ્ય વિભાગ, પતંજલિ વિદ્યાલય, દેવભૂમિ ચેરિટેબેલ ટ્રસ્ટ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે.

SGVP ગુરુકુળ દ્વારા આઈસોલેશન સેન્ટર કાર્યરત
​​​​​
પતંજલિ વિદ્યાલયમાં ચાલતા આઈસોલેશન સેન્ટરમાં હોસ્ટેલની બિલ્ડિંગમાં દર્દીઓને રહેવા માટેની વ્યવસ્થા તથા સ્કૂલ બિલ્ડિંગમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. રોજેરોજનું કમાઈને ખાતા નાના વર્ગના લોકોને આ મહામારી ખૂબ અભિશાપરૂપ બની છે. ત્યારે આ આઈસોલેશન સેન્ટરમાં મોટેભાગે દર્દીઓનું ધ્યાન રાખી શકે એવા કોઈ પરિવારજનો ન હોય તથા જે પરિવાર પાસે દવા-ભોજન વગેરેની વ્યવસ્થા ન હોય તેવા ગરીબ દર્દીઓ સારવાર લેવા આવે છે.

ગુરુકુળના કુદરતી વાતાવરણમાં દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ ઘરે જઈ રહ્યા છે
ગુરુકુળના કુદરતી વાતાવરણમાં દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ ઘરે જઈ રહ્યા છે

કુદરતી વાતાવરણમાં દર્દીને પોષણયુક્ત ભોજન મળે છે
SGVP ગુરુકુલ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અહીં દર્દીનારાયણની તમામ પ્રકારની સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે. દર્દીઓને દવાની સાથે સાથે ભોજન, ફળોના રસ, લીંબુપાણી વગેરે બધી જ સેવાઓ સ્વયંસેવકો દ્વારા થઈ રહી છે. ઉપરાંત પતંજલિ વિદ્યાલયનું કુદરતી વાતાવરણ દર્દીઓને ખૂબ લાભદાયી થઈ રહ્યું છે.

દર્દીઓ ખુલ્લા વાતાવરણમાં સોશિયલ ડીસ્ટન્સ રાખીને હરી-ફરી શકે છે. વૃક્ષ નીચે બેસી શકે છે. જેથી શરીરનું ઓક્સિજન લેવલ પણ સારી રીતે જળવાઈ રહે છે. સેવાભાવી ટીમની મહેનત સંતોના આશીર્વાદ તથા પ્રાર્થનાને કારણે દર્દીઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે છે.