કાર્યવાહી:સિંગણપોરની પરિણીતા પર કપલ બોક્સમાં બળાત્કાર

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સો.મીડિયાથી પ્રેમમાં ફસાવનાર PCRના પૂર્વ ડ્રાઇવર મયુર નાવડિયા વિરુદ્ધ ગુનો

સિંગણપોર ખાતે રહેતી પરિણીતાને સોશ્યિલ મીડિયાના માધ્યમથી પરિણીત યુવકે પ્રેમજાળમાં ફસાવી કપલ બોક્ષમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધી તેના ફોટો પાડી લીધા હતા. પછી પરિણીતાને બ્લેકમેઇલીંગ કરી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે કંટાળીને પરિણીતાએ પરિવારજનોને વાત કરી હતી. છેવટે મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સિંગણપોર પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ બળાત્કારનો આરોપી મયુર પ્રવિણ નાવડીયા (30)(રહે, સુમન પ્રતિક આવાસ, સિંગણપોર) સામે બળાત્કાર અને છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. ભૂતકાળમાં આરોપી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં આઉટસોર્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.

છેલ્લા 2 વર્ષથી 27 વર્ષીય પરિણીતાને બ્લેકમેઇલીંગ કરી સિંગણપોર વિસ્તારમાં સિલ્વર સ્ટોનમાં આવેલા એક કપલ બોક્ષમાં લઈ જઈ આરોપીએ 4થી 5 વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરિણીતા અને આરોપી સોશ્યિલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. વળી બન્ને પરિણીત છે. આરોપીને સંતાનમાં એક દીકરો છે તો પરિણીતાને સંતાનમાં એક દીકરી છે. હાલમાં આરોપી હીરાની મજૂરીકામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...