તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકૃત્ય:પરિણીતાને ડુમસ બોલાવી નગ્ન ક્લિપ ઉતારી બળાત્કાર, કતારગામમાં બહેનપણીના ભાઈની કરતૂત

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • હોટલમાં કેફી પીણું પીવડાવી બ્લેકમેઇલ કરાઈ

કતારગામમાં પરિણીતા પર વારંવાર બળાત્કાર ગુજારનાર હવસખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.કતારગામમાં રહેતી 28 વર્ષિય કરીના (નામ બદલ્યું છે)ના પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરી છે. 2013માં કરીનાના લગ્ન થયા હતા. લગ્ન પહેલા તેના પિતાના ઘર પાસે આરોપી દક્ષેશ દિનેશ મિસ્ત્રી રહેતો હતો. આરોપીની બહેન કરીનાની બહેનપણી હતી તેથી એકબીજાના ઘરે આ‌વતા-જતા હતા.

તેથી આરોપી સાથે પણ સારો પરિચય હતો. 2019માં કરીનાની મુલાકાત દક્ષેસ સાથે થઈ હતી. ત્યારે આરોપીએ કહ્યું હતું કે, કોઈ કામ હોય તો કહેજે. જેથી કરીનાએ લાઈસન્સ કઢાવવાની વાત કરી હતી. બાદ આરોપીએ પાલ આરટીઓ બોલાવી હતી. ત્યાંથી ડુમસ ખાતે રાજહંસ બેલીઝા હોટલમાં બંને ગયા હતા.ત્યાં આરોપીએ નશાયુક્ત પીણું પીવડાવતા તેણી બેહોશ થઈ ગઈ હતી.

બેહોશ હતી ત્યારે દક્ષેશે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એને નગ્ન ફોટો-વીડિયો બનાવી લીધા હતા. બાદ તે વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરીને આરોપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. કરીનાએ આરોપીને ધમકી આપી હતી કે તે વધુ હેરાન કરશે તો ફાંસો ખાઈ લેશે છતાં આરોપી દક્ષેશને કોઈ ફેર પડ્યો નહતો. દક્ષેશે કરીનાને ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરશે તો જેલમાંથી છૂટ્યા બાદ તેના પતિ અને દીકરીઓને મારી નાંખશે. ત્રસ્ત કરીનાએ મંગળવારે પતિને જાણ કરીને સાંજે કતારગામ પોલીસ સ્ટેશનમાં દક્ષેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો