કોરોના સંક્રમણનો સતત વધી રહ્યું છે. શાળામાં છેલ્લા એક મહિનામાં જે રીતે પોઝિટિવ કેસોમા ધરખમ વધારો થયો છે. તે જોતા હવે વાલીઓમાં પણ ડર સંપૂર્ણપણે જોવા મળી રહ્યો છે. વાલીઓ પોતાના બાળકો સંગ્રહની થઈ જાય તેવા ડરને કારણે હવે તેઓ શાળામાં કરવાનું બંધ કરી દીધું છે. સુરતની મોટાભાગની શાળાઓમાં માત્ર 20% જેટલા જ બાળકો ઓફલાઈન વર્ગો માટે અભ્યાસ કરવા આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યુ
રોજના સરેરાશ સુરત શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3000ને ઉપર જઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ સમગ્ર શહેરની અંદર ફફડાટ ફેલાયો છે. તેમાં પણ વિશેષ કરીને શાળા સંચાલકો મૂંજવણમાં મૂકાયા છે કે, સંપૂર્ણપણે શાળા બંધ કરી દેવી કે, જે વિદ્યાર્થીઓ આવે છે. તેમને ભણાવવાનું શરૂ રાખવા. ધોરણ 11ના વિદ્યાર્થીઓ ઓફલાઈન એજ્યુકેશન માટે ખૂબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. શાળા સંચાલકોએ ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશન ઉપર ભાર મૂકવાની ફરજ પડી રહી છે.
શાળાઓ બંધ કરાઈ
વાલીઓ હવે શાળા સંચાલકોને પણ કહી રહ્યા છે કે, ઓનલાઈન એજ્યુકેશન માટે ફરીથી શાળા સંચાલકોને આગ્રહ કરી રહ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા હતા. જે શાળાની અંદર કોરોના સંક્રમિત બાળકો હતા. એ શાળાઓને બંધ કરાવી દેવામાં આવી હતી. આખરે હવે વાલીઓ અને શાળા સંચાલકો બંને જાણે સહમત થયા હોય તે રીતે કોઈપણ પ્રકારનો વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાનો આગ્રહ રાખ્યા વગર તેમને જેમ અનુકૂળ હોય એ રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.