પ્રવેશ:RTEમાં પ્રવેશથી વંચિત બાળકના વાલી 15મી સુધી ફોર્મ ભરી શકશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શૈક્ષણિક વર્ષ 2019-20માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં ધોરણ-1માં ગરીબ બાળકોને પ્રવેશ આપ્યા બાદ પણ હજારો બાળકો પ્રવેશથી વંચિત રહ્યા હતા. આવા પ્રવેશથી વંચિત બાળકોના વાલીઓએ 15 જૂલાઈ સુધીમાં રાઇટ ટુ એજ્યુકેશનની વેબસાઇટથી ફોર્મ ડાઉનલોડ કરીને ઇમેલ કરવાનું રહેશે.  ખાનગી શાળામાં ધોરણ-1માં 25 ટકા બેઠક આરટીઇની રહેતી હોય છે. તેવામાં જ ગયા વર્ષ એટલે શૈક્ષણિક વર્ષ 2019-20માં પાંચ એપ્રિલથી અઢાર જૂન દરમિયાન બે રાઉન્ડ ચાલ્યા હતા જેમાં હજારો ગરીબ બાળકોને પ્રવેશ મળ્યા હતા તો હજારો ગરીબ બાળકો પ્રવેશથી વંચિત રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...