• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Parents: How Will You Take Care Of Our Children In Schools? Administrators: The Class Will Have 2 Teachers, 1 Will Teach, 1 Will Supervise

ટોચની સ્કૂલો ઓડ-ઇવનમાં ભણાવશે:સુરતના વાલીઓએ પૂછ્યું, ‘સ્કૂલોમાં બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશો?’, સંચાલકોએ કહ્યુ - ક્લાસમાં 2 શિક્ષક હશે, 1 ભણાવશે, 1 ધ્યાન રાખશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજથી ધો. 6થી 12 સાથે ધો. 1થી 5ના ઓફલાઇન ક્લાસ શરૂ થશે, ભાસ્કરે વાલીઓને મુંઝવતા સવાલના જવાબ સ્કૂલ પાસેથી મેળવ્યા
  • બે વર્ષે સ્કૂલ શરૂ થતી હોવાથી ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ માટે સ્કૂલો 15થી 30 દિવસનો સમય આપશે
  • ધો. 1થી 5ની 400 સ્કૂલો 100 ટકા હાજરી સાથે શરૂ થતાં હજુ અઠવાડિયું લાગશે: ખાનગી શાળા સંચાલક મંડળ

રાજ્ય સરકારે સોમવારથી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપતા શહેરની 400થી વધુ શાળાઓ આ વર્ગો શરૂ કરશે. જોકે, એક અઠવાડિયા સુધી કુલ 3.46 લાખ બાળકો પૈકી 50 ટકા સુધી જ હાજરી રહેશે તેવી સ્કૂલ સંચાલક મંડળની ગણતરી છે.

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં કોવિડના નિયમોનું પાલન કરે તે માટે શરૂઆતના દિવસોમાં દરેક વર્ગમાં 2 શિક્ષકો રાખવામાં આવશે, જેમાંથી એક બાળકોને ભણાવશે અને બીજા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા તથા સેનેટાઇઝ યુઝ અને ડિસ્ટન્સિંગ રાખવા બાબતે ધ્યાન રાખશે. દિવ્ય ભાસ્કરે શહેરની 10 પ્રમુખ શાળાઓને પૂછતા સંચાલકોએ કહ્યું કે, ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરી દેવાશે પરંતુ શરૂઆતના દિવસોમાં હાજરી ઓછી રહેશે અને પછી 100 ટકા હાજરી થાય તો ઓડ-ઇવન સિસ્ટમથી શિક્ષણ અપાશે.

બીજી તરફ, અનેક વાલીઓ શાળાઓમાં કોલ કરીને પૃચ્છા કરી રહ્યા હતા કે તેઓ બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશે? શાળાઓએ સમજ પાડી હતી કે, બાળકો વચ્ચે ડિસ્ટન્સ રાખવા દરેક ક્લાસમાં બે શિક્ષક હશે. સ્કૂલોએ વાલીઓને યુનિફોર્મ-બૂટ વગેરે ખરીદવા 1 મહિના સુધીનો સમય આપ્યો છે.

સ્કૂલોએ વાલીઓ પાસે આટલી વિગતો માંગી
શિક્ષણ વિભાગે રવિવારે સાંજે ધો. 1થી 5માં ઓફલાઇન વર્ગો શરૂ કરવા પરિપત્ર જારી કર્યો હતો. જે પછી સ્કૂલોએ તરત જ વાલીઓને સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી સંમતિપત્રક મોકલી આપ્યા હતા. જેમાં પરિવારના સભ્યોની સંખ્યા, વેક્સિન લીધેલા સભ્યોની સંખ્યા, ફર્સ્ટ ડોઝ લીધેલા સભ્યોની સંખ્યા, સેકન્ડ ડોઝ લીધાની સંખ્યા તેમજ ઘરમાં કોઇને ખાંસી, શરદી કે તાવ આવતો હોય તો તેની વિગતો પણ માંગી હતી.

ટ્રસ્ટી : ઓચિંતી જાહેરાતથી બેઠક વ્યવસ્થાનો મોટો પ્રશ્ન
ઓચિંતી જાહેરાતથી વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. જેથી બે દિવસ પછી સ્કૂલ શરૂ કરીશું. ઓડ-ઇવનમાં શરૂ કરવાનો વિચાર છે. > જગદીશ ઇટાલીયા, ટ્રસ્ટી, સંસ્કાર ભારતી સ્કૂલ

ટ્રસ્ટી : હજુ એક અઠવાડિયા સુધી એજ્યુકેશન આપીશું નહીં
સોમવારથી સ્કૂલ શરૂ કરીશું પણ એક અઠવાડિયું ઓફલાઇન એજ્યુકેશન નહીં આપીએ. બાળકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે એવી પ્રવૃત્તિ કરાવીશું. > ડો. િદપક રાજ્યગુરૂ, ટ્રસ્ટી, વાઇબ્રન્ટ સ્કૂલ

ટ્રસ્ટી : બે પિરિયડ પછી બાળકોને 10 મિનિટનો બ્રેક અપાશે
નાના વિદ્યાર્થીઓ માસ્ક પહેરી રાખશે તો હેલ્થ પર અસર કરશે. જેથી બે પીરીયડ પછી 10 મિનિટ ખુલ્લા મેદાનમાં લઇ જઇશું. વાલીઓને સંમતિ પત્રક મોકલી આપ્યા છે. > કેતન સેલત, ટ્રસ્ટી, જીવન ભારતી

ડીઈઓ : સ્કૂલો ગાઇડલાઇનનું પાલન ન કરે તો FIR પણ કરાશે
એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો સરપ્રાઇઝ ચેકિંગ કરશે. સ્કૂલ કોવિડ ગાઇડ લાઇનનું પાલન ન કરશે તો કડક કાર્યવાહી થશે. એટલે કે એફઆઇઆર પણ થઈ શકે છે. > એચ. એચ. રાજ્યગુરૂ, ડીઇઓ

પ્રિન્સિપાલ : નાનાં બાળકોને 6 પિરિયડ ભણાવીને છોડી દેવાશે
​​​​​​​વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે માટે મંગળવારથી વહેલા બોલાવીશું અને 8ની જગ્યાએ 7 પીરીયડ પછી છોડી દેશું. જેથી વિદ્યાર્થીઓ ભેગા ન થાય. > દિપીકા શુકલ, પ્રેસિડેન્સી સ્કૂલ

પ્રિન્સિપાલ : ધોરણ 1 અને 2નાં બાળકો કોરી સ્લેટ જેવાં જ હશે
ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓ કોરી સ્લેટ જેવા હશે. જેમને ભણાવવા માટે મહેનત કરવી પડશે. એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસશે. જેથી ઓડ ઇવનનું શિડ્યૂલ બનાવીશું. > જયેશ પટેલ, ઉમરીગર સ્કૂલ

વાલી મંડળ: વાલીની સાથે સ્કૂલોની પણ સંમતિ લેવી જોઈએ
ઓફલાઇન એજ્યુકેશનનો નિર્ણય અમે આવકાર્ય છે. પણ સરકારે વાલીઓની સાથે સ્કૂલોની પણ સંમતિ લેવી જોઇએ, એવી અમારી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ માંગ છે. > વાલી મંડળ

વાલી : ઓડ ઇવન સિસ્ટમ હોવાથી અમે સહમત થયા છે
ઓડ ઇવન સિસ્ટમ હોવાથી અમે તૈયાર થયા છે. સ્કૂલ શરદી, ખાસી, તાવ આવતો હોય તેવા બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપે એવી અમે સ્કૂલને રજૂઆત કરી છે. > જલ્પા પંડ્યા, વાલી

અન્ય સમાચારો પણ છે...