જાહેરાત:પાર-તાપી પ્રોજેક્ટ 42 વર્ષે મંજૂર અને 2 માસમાં જ રદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ 1980થી જ વિચારણામાં હતો

દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો.

જેને 42 વર્ષ બાદ નરેન્દ્ર મોદીની સરકારે મંજૂર કર્યો હતો પરંતુ સ્થાનિક આદિવાસી અને પ્રજાના વિરોધના પગલે આ પ્રોજેક્ટને બે મહિના પૂર્વે સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી અને આખરે ગુજરાત સરકારે પણ આ પ્રોજેક્ટને રદ કરવાની ફરજ પડી છે.

આ પ્રોજેક્ટ સાકાર થવાના હતા

  • ​​​​​​​પાર-તાપી અને નર્મદા રિવર લિંકિંગ પ્રોજેક્ટ હેઠળ 7 ડેમ, બે ટનલ, 395 કિમી લાંબી કેનાલ બનવાની હતી
  • 6 પાવર હાઉસ, કેટલાક સ્થળે ક્રોસ ડ્રેનેજ વર્ક્સ બનવાના હતા
  • ​​​​​​​કેનાલ મારફત સરદાર સરોવર પ્રોજેક્ટ સાથે જોડાણ થવાનો હતો

પ્રોજેક્ટનો વિરોધ શા માટે કરાયો
​​​​​​​હજારો વૃક્ષો કપાવવાના હતા, 2000થી વધુ આદિવાસી પરિવારોને જમીન ગુમાવી વિસ્થાપિત થવાનો ભય હતો.

અન્ય સમાચારો પણ છે...