ક્રાઈમ:લાખો રૂપિયાની વેટ ચોરીમાં 4 વર્ષથી નાસતો ફરતો પંકજ જરીવાલા ઝડપાયો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેટ અધિકારીઓએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

બોગસ ડોક્યુમેન્ટથી ટીન નંબર મેળવી કેમીકલનો ધંધો કરી લાખો વેટ ચોરી કરવાના ગુનામાં ા 4 વર્ષથી ફરાર આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યો છે. પાલમાં ભારતી રેસીડેન્સી ખાતે રહેતા પંકજ ધનસુખ જરીવાલાએ 4 વર્ષ અગાઉ પ્રકાશ ધનસુખ જરીવાલાના નામથી એનપી એન્ટરપ્રાઈઝ નામે ટીન નંબર મેળવી કાડવાડી શિવમનગર સોસાયટી ખાતે કેમીકલ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો.

તેણે મકાન માલીકની જાણ બહાર લાઈટબીલ, વેરાબીલ પોતાના ખોટા નામે બનાવી ધંધો શરૂ કર્યો હતો. નિયમ મુજબ તેણે વેટ ભરવાનો થતો હતો પરંતુ તેણે ટેક્સ ન ભરતા વેટ કચેરીના અધિકારીઓ દ્વારા વેબસાઈટ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં તેને રૂ.63,86,498 જેટલો ટેક્સ ભરવાનો નીકળતો હતો. પરંતુ પંકજ જરીવાલા ટેક્સ ભરતો ન હતો અને માત્ર બિલિંગ કરતો હોવાનું ધ્યાન પર આવતા આખરે વેટ કચેરીના અધિકારીઓ દ્વારા તેની સામે રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી પંકજ જરીવાલા 4 વર્ષથી ફરાર હતો.

અન્ય સમાચારો પણ છે...