• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Pandesar's Akriti Mill, Two Employees Were Burnt When They Caught Fire, And Those Who Jumped To Save Their Lives Suffered Fractures

સુરતની મીલમાં આગ:પાંડેસરાની આકૃતિ મીલમાં આગ લાગતા બે કર્મચારી દાજ્યા, જીવ બચાવવા મહિલા સહિત 7 કુદ્યા, 1ને ફ્રેક્ચર

સુરત10 દિવસ પહેલા
પાંડેસરાની આકૃતિ ડાઈંગ મીલમાં આગ લાગી હતી.

સુરતના પાંડેસરા ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. આગની આ ઘટનામાં બે લોકો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે એક કર્મચારી પહેલા માળેથી કુદી જતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. ચાર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મીલમાં ફસાયેલા પંદરથી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા હતા.જ્યારે એક મહિલાએ જીવ બચાવવા કુદકો લગાવતા ફ્રેક્ચર થયું હતું.

મીલમાં રહેલો સામાન બળીને ખાક થયો હતો.
મીલમાં રહેલો સામાન બળીને ખાક થયો હતો.

આકૃતિ મીલમાં લાગી આગ
સુરતમાં વધુ એક મીલમાં આગની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેને લઇ મીલમાં અને આ વિસ્તારમાં અફરાતરીનો માહોલ સર્જાય ચૂક્યો હતો. ઘટનાની જાણ વિભાગને કરાતા તાત્કાલિક ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પુરૂષ કર્મચારીઓની જેમ એક મહિલા કર્મીએ પણ કુદકો લગાવ્યો હતો.
પુરૂષ કર્મચારીઓની જેમ એક મહિલા કર્મીએ પણ કુદકો લગાવ્યો હતો.

10થી વધુ ગાડીઓએ આગ બૂજાવી
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં અચાનક આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે રીતે ઘટના અંગેની જાણ કરવામાં આવી તેને લઈ જુદા જુદા ચાર ફાઇલ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલી આપી હતી. મજુરા, ડીંડોલી ,માનદરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને લઇ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

મીલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી
મીલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી

મીલના સેન્ટર મશીનમાંથી લાગી આગ
ફાયર વિભાગ નો દાખલો પહોંચ્યા બાદ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારબાદ આ કયા કારણોસર લાગી તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મીલમાં આવેલા સેન્ટર મશીનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. જોત જોતામાં આગ પ્રસરી ગઈ હતી. ત્રણની મીલમાં આગને લઈ ધુમાડા ફેલાઈ ગયા હતા. મશીનની નજીક રહેલ ગ્રે કાપડનો જથ્થો અને ઓઇલ પડ્યું હતું. ત્યારે આગના કારણે ગ્રે કાપડનો માલ અને ઓઈલ ટેંક આગની જપેટમાં આવી જતા આગ વધુ પ્રસરી હતી.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની ઘટનામાં બે કર્મચારી દાજ્યા, એક કુદી પડ્યો
મીલમાં આગ લાગી હોવાની જાણ થતા જ કર્મચારીઓથી ધમધમી રહેલી મીલમાં નાસભાગ મચી ગઈ હતી.આગની આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. એક કર્મચારીએ તો આગ થી બચવા પહેલા માળેથી કુદી પાડ્યો હતો જેને લઇ તેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનામાં બે કર્મચારીઓ 25 થી 30 ટકા દાઝી ગયા હતા. 50 વર્ષે દિનેશભાઈ, અને 41 વર્ષીય સુંદશું યાદવ બંને કર્મચારીઓ મશીનની નજીક કામ કરતા હોવાથી આગની જપેટમાં આવી ગયા હતા. બંને કર્મચારીઓ દાજી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આગમાં આઠ કર્મચારી ધુમાડાના ગૂંગળામણનો ભોગ બન્યા
મીલના સેન્ટર મશીનમાં આગ લાગતા આસપાસ ઓઈલ અને કાપડ બળીને ખાસ થઈ ગયા હતા. જેને લઇ ત્રણ માનનીય મીલમાં ધુમાડો વાયુવેગે પસી ગયો હતો. ત્યારે મીલમાં કામ કરી રહેલા મહિલા કર્મચારી થી લઈને પુરુષ કર્મચારીઓ આ ધુમાડા ના ગુમડામણનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં બે કર્મચારી દાજી ગયા અને આઠ કર્મચારી ધુમાડાના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં લક્ષ્મી કુમારી (44 વર્ષ), લીમ સેટી ( 20વર્ષ),પૂજા સેટી (18વર્ષ ),સોનીદેવી પાસવાન (25વર્ષ),શશીકાંત દેવારી (36વર્ષ),મમતા કુમારી (18વર્ષ),સીમારાવ શંકર યાદવ (42વર્ષ) અને સુનંદા દેવીદાસ મિજન (33વર્ષ) આ તમામ કર્મચારી ધુમાડાનો ભોગ બનતા ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર આપવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી
ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી

10 થી 15 કર્મચારીનું ફાયર દ્વારા સેસ્ક્યું કરાયું
આગની આ ઘટનાને લઈને આહી અફરાતફરી મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારીગરો અને કર્મચારીઓ જીવ બચાવવા માટે નાસભાગ કરી હતી. જેને લઈ ઘટના સ્થળે ફાયર પહોંચ્યા બાદ આગ પર કાબુ મેળવવાની સાથે સાથે કર્મચારીઓને રેસ્ક્યુ પણ કર્યા હતા. ફાયર વિભાગ દ્વારા મીલના બીજા માળે ફસાયેલા 15 જેટલા કર્મચારીઓને હાઇડ્રોલિક મશીન અને સીડી મારફતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...