યુવકના પિતાનો આક્ષેપ:સુરતના પાંડેસરાના વિદ્યાર્થીનું વેક્સિન લીધા બાદ મોત થયું, MComમાં ભણતા યુવકે કોલેજમાં રસી મુકાવી હતી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 9 દિવસથી બીમાર રહેતાં શનિવારે સિવિલમાં ખસેડાયો હતો

કોરોનાની રસી મુકાવ્યા બાદ એમ.કોમના વિદ્યાર્થીનું મોત થયું હોવાના આક્ષેપ મૃતકના પિતાએ કર્યા હતા. પાંડેસરામાં રહેતા અને એમ.કોમનો અભ્યાસ કરતા યુવકે ગત 27 ઓગસ્ટના દિવસે પોતાની કોલેજમાં કોરોનાની વેક્સિન મૂકાવી હતી. જો કે, ત્યાર બાદથી આ વિદ્યાર્થી છેલ્લા 9 દિવસથી બીમારીમાં સપડાઈ ગયો હતો. શનિવારે તેની તબિયત વધુ લથડતાં સારવાર માટે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

યુવકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના પુત્રએ કોલેજમાં કોરોનાની રસી મૂકાવ્યા બાદ સતત બીમાર રહી આખરે તેનું મોત થયું હતું. આમ પોતાના પુત્રના મોત પાછળ તેમણે કોરોનાની રસીને જવાબદાર ગણાવી હતી. કોરોનાની રસી મુકાવ્યા બાદ એમ.કોમના વિદ્યાર્થીનું મોત થયું હોવાના આક્ષેપ મૃતકના પિતાએ કર્યા હતા. પાંડેસરામાં રહેતા અને એમ.કોમનો અભ્યાસ કરતા યુવકે ગત 27 ઓગસ્ટના દિવસે પોતાની કોલેજમાં કોરોનાની વેક્સિન મૂકાવી હતી. જો કે, ત્યાર બાદથી આ વિદ્યાર્થી છેલ્લા 9 દિવસથી બીમારીમાં સપડાઈ ગયો હતો.

શનિવારે તેની તબિયત વધુ લથડતાં સારવાર માટે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના પુત્રએ કોલેજમાં કોરોનાની રસી મૂકાવ્યા બાદ સતત બીમાર રહી આખરે તેનું મોત થયું હતું. આમ પોતાના પુત્રના મોત પાછળ તેમણે કોરોનાની રસીને જવાબદાર ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...