પોલીસ ચોકીનું ડિમોલિશન:સુરતમાં ટ્રાફિકમાં નડતરરૂપ પીપલોદ પોલીસ ચોકીને પાલિકાએ તોડી પાડી, ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે

વડોદરા2 મહિનો પહેલા
કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત બાદ આજે આખરે પીપલોદ પોલીસ ચોકીનું ડિમોલિશન હાથ ધરાયું હતું
  • પોલીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી
  • લેક વ્યૂ ગાર્ડન પાસે જગ્યા ફાળવ્યા બાદ પોલીસ ચોકીનું ડિમોલિશન કરાયું
  • નવજીવન સર્કલ પાસે આવેલી પોલીસ ચોકી પણ ટ્રાફિક માટે નડતરરૂપ છે

સુરત શહેરના ઘણા વિસ્તારોમાં પોલીસ ચોકીઓ મુખ્ય માર્ગોની સાથે અડીને છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી જતી હોય છે. સુરતના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરની કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત બાદ આજે આખરે પીપલોદ પોલીસ ચોકીનું ડિમોલિશન હાથ ધરાયું હતું. સામાન્ય સભા અને સંકલન બેઠકોમાં પણ વારંવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી.

જેસીબીની પોલીસ ચોકીને દૂર કરી દેવાઇ
સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદમાં વાહનોની અવરજવર માટે પોલીસ ચોકી અડચણરૂપ પુરવાર થઇ રહી હતી. જેના કારણે સામાન્ય દિવસોમાં અને રવિવારે ખૂબ જ ટ્રાફિકજામ થઇ જતો હતો. સુરતના પોશ વિસ્તારમાં વાહનોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પોલીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી. આજે સવારે જેસીબી મશીનની મદદથી પોલીસ ચોકીને દૂર કરી દેવાઇ હતી.

પોલીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી
પોલીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી

લેક વ્યૂ ગાર્ડન પાસે પોલીસ ચોકી માટે જગ્યા ફાળવાઇ
સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા સામાન્ય સભામાં વારંવાર આ મુદ્દાને લઈને ચર્ચા કરી હતી. પરંતુ, મહત્વની બાબત એ હતી કે, આ પોલીસ ચોકીને દૂર કર્યાં બાદ અહીં બેસતા સ્ટાફની વ્યવસ્થા કોર્પોરેશન કઇ જગ્યાએ કરવી. આખરે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે ચર્ચા કર્યાં પછી લેક વ્યૂ ગાર્ડન પાસે કોર્પોરેશનની એક ખાલી ઓફિસમાં પોલીસ સ્ટાફની જરૂરિયાત મુજબની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નવજીવન સર્કલ પાસે પોલીસ ચોકી ટ્રાફિક માટે નડતરરૂપ છે
ખટોદરા વિસ્તારમાં પણ નવજીવન સર્કલ પાસેની પોલીસ ચોકી ટ્રાફિક માટે નડતરરૂપ પુરવાર થઇ રહી છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સર્વિસ રોડનો ઉપયોગ પોલીસ ચોકી હોવાને કારણે વાહનચાલકો કરી શકતા નથી. ખૂબ લાંબા સમયથી ખટોદરા પોલીસ ચોકી અંગે પણ વિચારણા શરૂ કરવામાં આવી છે, પરંતુ, તેને હજી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.

લેક વ્યૂ ગાર્ડન પાસે જગ્યા ફાળવ્યા બાદ પોલીસ ચોકીનું ડિમોલિશન કરાયું
લેક વ્યૂ ગાર્ડન પાસે જગ્યા ફાળવ્યા બાદ પોલીસ ચોકીનું ડિમોલિશન કરાયું

પાલિકા પોલીસ ચોકીને હટાવે તેવી શક્યતા
પોલીસ ચોકીના સ્ટાફ માટે કયા પ્રકારની અલાયદી વ્યવસ્થા ગોઠવવી તેના માટે પણ મંત્રણા શરૂ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી પોલીસ ચોકી દૂર ન થવાને કારણે ટ્રાફિકની સમસ્યા અને સર્વિસ રોડનો ઉપયોગ હજી સુધી યોગ્ય રીતે કરી શકાયો નથી. આગામી દિવસોમાં તે પણ દૂર થાય તે પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...