ગ્રીન વિસ્તાર વધારવા અભિયાન:પાલિકાનું‘જોઇન ગ્રીન સુરત કેમ્પેઇન’, 2 લાખ છોડ રોપાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 સપ્ટેમ્બર સુધી ચાલનારા અભિયાનમાં નિ:શુલ્ક રોપા અપાશે

શહેરના ગ્રીન કવરને વધારવા સાથે પાલિકા દ્વારા ‘જોઇન ગ્રીન સુરત કેમ્પેઇન` શરૂ કરાયું છે. જેમાં ટ્રી કવરની નવી ગણતરી શરૂ કરાતા ઝોન પ્રમાણે 326.51 ચોમી એરિયામાં 18.26 ટકા ટ્રી કવર હાંસલ કર્યું છે.કોરોનાકાળમાં ગાર્ડન ખાતાની પ્લાન્ટેશન વર્કની કામગીરી પણ ધીમી પડી હતી. જુનથી 15 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચલાવાશે.

શનિવારથી વરસાદ શરૂ થતાં આ કેમ્પેઇનમાં શહેરીજનોને, એનજીઓ, વિવિધ સંસ્થાઓ, સોસાયટીઓ, ઉદ્યોગોને વધુમાં વધુ જોડાવા અપીલ કરાઇ છે. લોકોને નિઃશુલ્ક રોપા અપાશે. સાથે સાઈટ પર છોડ વાવવામાં પણ મદદ કરાશે. તેમ ગાર્ડન ખાતું જણાવે છે. ચોમાસામાં સરેરાશ 200થી વધુ વૃક્ષો ભારે પવનથી તૂટી પડતાં હોય માસ પ્લાન્ટેશન વર્ક ઘણું જરૂરી છે તેથી શહેરનું 38% ગ્રીન કવર પણ જળવાઇ રહેશે.

1 કરોડ રૂપિયાના ખર્ચે ફોલ્ડેબલ ટ્રી ગાર્ડ ખરીદાશે
25 લાખના ખર્ચે કામરેજ એસટીપી પ્લાન્ટ ખાતે પોલ્યુશન એબેટમેન્ટ એન્ડ કન્ઝર્વેશન ઓફ રિવર તાપી પ્રોજેક્ટ હેઠળ માસ પ્લાન્ટેશન વર્ક હાથ ધરાશે. જ્યારે એમએલએ, કોર્પોરેટરોની ગ્રાંટ માંથી ફેબ્રિકેટેડ ફોલ્ડેબલ ટ્રી ગાર્ડ ખરિદાશે તે માટે પણ 1 કરોડ જેટલો ખર્ચ ગ્રાંટ માંથી કરાશે.

દર વર્ષે ચોમાસામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થાય છે
શહેરમાં ગ્રીન વિસ્તાર વધારવા પ્લાન્ટેશન અભિયાન ચલાવાઇ રહ્યું છે. કોરોનાકાળમાં આ કામગીરી પર બ્રેક લાગી હતી. જ્યારે દર વર્ષે ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવનથી સરેરાશ 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં હોવાના કોલ ફાયર બ્રિગેડને મળે છે.

અન્ય સમાચારો પણ છે...